બિઝનેસ વર્લ્ડના 'રતન' કહેશે 'ટાટા', સાઇરસ સંભાળશે કમાન
રતન ટાટાએ('બિઝનેસ ટાયકૂન' રતન ટાટાની દસ ઉપલ્બધિઓ) જેઆરડી ટાટા સમૂહની કમાન સંભાળ્યા બાદ 21 વર્ષ સુધી ચેરમેન પદ વિના નેતૃત્વ પ્રદાન કર્યું. તો ટાટા સન્સમાં 18 ટકાની ભાગદારી ધરાવનાર શપૂરજી પલોનજી પરિવારના સભ્ય સાઇરસ મિસ્ત્રીની પસંદગી પાંચ સભ્યોની ટીમ દ્રારા કરવામાં આવી હતી. રતન ટાટાના કાર્યકાળમાં ટાટા સમૂહની આવકમાં કેટલાય ટકાનો વધારો થઇને 2011-12માં કુલ 100.09 અરબ ડોલર (અંદાજે 4,75,721 કરોડ રૂપિયા) પહોંચી ગઇ જે 1971માં લગભગ 10,000 કરોડ રૂપિયા હતી.
ટાટા સમૂહને એક બહુરાષ્ટ્રીય ઉદ્યોગમાં ફેરવાના દ્રષ્ટિકોણ સાથે રતન ટાટાના નેતૃત્વમાં ટાટા સમૂહે વિદેશમાં કેટલીક કંપનીઓને ખરીદી લીધી. જેમાં 2000માં બ્રિતાનવી બ્રાંડ ટેટલીને 45 કરોડ ડોલમાં ખરીદી હતી. રતન ટાટાએ વૈશ્વિક અધિગ્રહણના મુદ્દે ભારતીય ઉદ્યોગ જગતમાં નવા રેકોર્ડ સ્થાપિત કર્યા. ટાટા સ્ટીલે 2007માં બ્રાજીલની સીએસએનનો માત આપતાં કોરસને 6.2 અરબ પાઉન્ડમાં અધિગ્રહણ કરી. આ અધિગ્રહણના એક વર્ષબાદ ટાટા સમૂહની ટાટા મોર્ટસે 2.3 અરબ ડોલરમાં જગુઆર લેંડ રોવરનું અધિગ્રહણ કર્યું.
ટાટાએ સામાન્ય લોકોના કારના સપનાને સાકાર કરવા માટે લખટકિયામં નેનો કાર રજૂ કરી. જોકે સપના પુરા કરવા માટે કંપનીએ પશ્વિમ બંગાળના સિંગૂરમાં જમીન ખરીદીની સમસ્યાને કારણે ત્યાંથી ખસવું પડ્યું હતું. અંતે ટાટા સમૂહે આ પ્રોજેક્ટને સિંગૂરથી ગુજરાતના સાણંદમાં લાવવાનો નિર્ણય કર્યો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા સમૂહે 90ના દાયકામાં આઇટી ક્ષેત્રમાં પગલાં માંડ્યા અને આજે ટાટા કન્સલ્ટેન્સી સર્વિસીઝ (ટીસીએસ) ભારતની સૌથી મોટી આઇટી કંપની છે.
ટાટા સમૂહ સાથે પોતાના લાંબાગાળાના સફરને કંઇક નવું શિખવાની યાત્રા ગણાવી છે અને સાથે તેમને કહ્યું હતું કે સમય સમય પર અમારે ઘણી નિરાશાઓનો સામનો કરવો પડ્યો છે તેમ છતાં મે મૂલ્યો અને નૈતિક માનકોને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. તેમને કહ્યું હતું કે એ વાત લઇને હું સંતુષ્ટ છું કે મને જે સાચું લાગ્યું તેને કરવાનો પુરતો પ્રયત્ન કર્યો છે. સેવાનિવૃતિ બાદની યોજના અંગે રતન ટાટાએ કહ્યું હતું કે તે ટેકનોલોજી પ્રત્યે તેમનો જૂનૂન છે, સમય ગુજારશે. તે પોતાના પિયાનો પરથી ધૂળ સાફ કરીને તેને ફરીથી વગાડવા લાયક બનાવશે અને વિમાન ઉડાડવાનો શોક પુરો કરશે. આ ઉપરાંત પરોપકારી કામોમાં ધ્યાન આપશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત










Click it and Unblock the Notifications
