રેલવે બજેટ 2015: જાણો પ્રભુ શું લઇને આવ્યા છે આપના માટે
નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: દેશના કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુ લોકસભામાં રેલવે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટ દેશના દરેક નાગરિક સાથે જોડાયેલ છે. આ બજેટ એશિયાના સૌથી મોટા રેલ નેટવર્કનું છે. અમે આપના માટે અહીં લાઇવ અપડેટ લઇને આવ્યા છીએ. બજેટ ભાષણના લાઇવ અપડેટ માટે આ પેજને રિફ્રેસ કરતા રહો.

12 વાગ્યાને 10 મિનિટે રેલવે મંત્રીએ પોતાના બજેટ ભાષણની શરૂઆત કરી. જેના મુખ્ય અંશો આ પ્રમાણે છે...
- સુરેશ પ્રભુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખૂબ જ મોટી જવાબદારી સોંપી છે.
- રેલવે વડાપ્રધાન મોદીની પ્રાથમિકતા છે.
- રેલવેમાં ઓછું રોકાણ કરવામાં આવ્યું છે.
- રેલવેની ગતિમાં વધારો કરવી એ અમારી પ્રાથમિકતા છે.
- આવનારા પાંચ વર્ષોમાં રેલવેમાં સુધાર કરવામાં આવશે, અને તેની ગતિમાં વધારો થશે.
- સ્વચ્છતા, સુવિધા અને સુરક્ષા પર ભાર રહેશે.
- મેક ઇન ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયાનો ભાગ બનશે રેલવે.
- સ્કિલ ઇન્ડીયાનો પણ ભાગ બનશે રેલવે.
- રેલવે બજેટમાં 2030 વર્ષ સુધીના લક્ષ્યને ધ્યાનમાં રખાયો છે.
- આવનારા પાંચ વર્ષોમાં 8.5 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે.
- અમારા ચાર લક્ષ્યો છે- સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ
- રેલવે ભાડામાં વધારો કરવામાં નહીં આવે- સુરેશ પ્રભુ.
- 17 હજાર બાયો ટોયલેટને લગાવવામાં આવશે.
- સ્ટેશન અને ગાડીઓની સફાઇ માટે નવા વિભાગ બનાવવામાં આવશે.
- મુસાફરો માટે 138 નંબર હેલ્પલાઇનનો રાખવામાં આવ્યો છે.
- 182 ટોલ ફ્રી નંબર જે સુરક્ષા સંબંધી માટે રહેશે
- સ્માર્ટફોનમાં અનારક્ષિત ટિકિટની સુવિધા
- 108 ગાડીઓમાં ઇ-કેટરીનની સુવિધા
- મહિલાઓના ડબ્બામાં સીસીટીવી કેમેરા રાખવામાં આવશે.
- પરંતુ તેમની ગુપ્તતાનો પણ ખ્યાલ રાખવામાં આવશે.
- ટ્રેન આવ્યાના 15 મિનિટ પહેલા તેમના મોબાઇલ પર એસએમએસ મળી જશે.
- સવારી ડબ્બામાં વધારો કરવામાં આવશે, જેથી રિઝર્વેશન સૌને મળી રહે.
- 4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ થઇ શકશે
- ગર્ભવતી મહિલાઓ માટે લોઅર સીટ માટેનો કોટા
- આરામદાયક મુસાફરી માટે સીટોમાં વધારો થશે.
- 400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
- 10 સ્ટેશનો પર સેટેલાઇટ રેલવે ટર્મિનલ
- શતાબ્દીમાં ઓનબોર્ડ મનોરંજનની સુવિધા
- પ્રમુખ સ્ટેશનો પર પિકઅપ પોઇન્ટની સુવિધા
- અરુણાચલ પ્રદેશ અને દિલ્હીની વચ્ચે સીધી ટ્રેનની સુવિધા.
- અન્ય ભાષાઓ માટે પણ ઇ-ટિકિટ સેવાઓ
- સારા ભોજન માટે કિચન બેઝમાં વધારો કરવામાં આવશે.
- જનરલ ડબ્બામાં પણ મોબાઇલ ચાર્જરની સુવિધા
- પ્રમુખ સ્ટેશનો પર વ્હિલચેરની સુવિધા મળશે.
- અપર બર્થ માટે આરામદાયક સીઢીયો બનાવવામાં આવશે
- 6,600 કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે
- 9 કોરીડોર પર 160થી 200 કિમીની ગતિથી દોડશે ટ્રેનો
- મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન પર 3 મહિનામાં રીપોર્ટ દાખલ કરવામાં આવશે.
- અત્યાર સુધી રેલવે દુર્ધટનાઓમાં જે લોકો માર્યા ગયા છે તેમના પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરુ છું.
- અકસ્માતોમાં ઘટાડો કરવા માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
- બીએચયુ અને આઇઆઇટીમાં રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ કરવામાં આવશે.
- નોર્થ-ઇસ્ટથી રેલવે નેટવર્કમાં વધારો થશે
- ખેડૂતો માટે કારગો સેંટર ખોલવામાં આવશે
- બીએચયુમાં માલવીયના નામ પર રિસર્ચ સેંટર ખોલવામાં આવશે.
- મુંબઇમાં લોકલ એસી ટ્રેન ચાલશે
- દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન સેવા
- સૂચનો માટે 'કાયાકલ્પ' સમિતિની રચના કરવામાં આવશે.
- 3438 માનવ રહિત ફાટકને દૂર કરવામાં આવશે.
- જ્યાં ફાટક નહીં હોય ત્યાં ટ્રેન આવતા પહેલા એલાર્મ વાગશે.
- કર્મચારીઓના સ્વાસ્થ્યમાં સુધાર આવે તે માટે પણ પ્રયાસો કરીશું.
- પ્રવાસીઓ માટે ગાંધી સર્કીટ બનાવવામાં આવશે.
- અતુલ્ય ભારત માટે અતુલ્ય ટ્રેન.
રેલ મંત્રી સુરેશ પ્રભુ સવારે 10.45 વાગ્યે રેલવે ભવન જવા માટે રવાના થયા. અત્રે રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હા પણ આવી પહોંચ્યા છે.
સવારે 9.30 વાગ્યે રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ બજેટ પહેલા મીડિયાકર્મીઓને મીઠાઇ વહેંચી અને જણાવ્યું કે ભાડું નહીં વધારવામાં આવે. સામાન્ય મુસાફરોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. સામાન્ય મુસાફરોની સાથે મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે.
મનોજ સિન્હાએ જણાવ્યું કે રેલવે નેટવર્ક પર સરકાર ગંભીર છે. સરકાર ટ્રેનોમાં સાફ સફાઇને લઇને પણ ગંભીર છે. તેમણે જણાવ્યું કે ભાડામાં વધારો થશે કે ઘટાડો એ તો બજેટ ભાષણમાં જ ખબર પડશે, પરંતુ સરકારે મુસાફરોનો ખ્યાલ રાખ્યો છે. દેશની જનતાના હિતમાં બજેટ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
