ટપાલ વિભાગે 'પોસ્ટ બેંક' ખોલવાની તૈયારીઓ કરી

ટપાલ વિભાગે આધુનિકીકરણ અને બેંકિંગ સેવા માટે ઇન્ફોસિસ, ટીસીએસ, સિફી અને રિલાયન્સ જેવી કંપનીઓ સાથે હાથ મિલાવ્યો છે. વિભાગ 31 ઓગષ્ટ, 2013 બાદ દેશના સાત રાજ્યોમાં 100થી વધારે એટીએમ ખોલીને આ દિશામાં પગલું ભરવા જઇ રહ્યુ છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ટપાલ વિભાગમાં છેલ્લા અનેક વર્ષોથી બચત અને જમાની કેટલીક યોજનાઓ ચાલુ છે. હવે તે પોતાના ગ્રાહકોને તમામ પ્રકારની બેંકિંગ સુવિધાઓ આપવાની તૈયારી કરી રહ્યો છે. એક વાર બેંકિંગ સેવા શરૂ થયા બાદ ટપાલ વિભાગમાંથી પણ હવે લોકોને લોન મળી શકશે.
આ માટે વિભાગ બેકિંગ લાયસન્સ મેળવવા માટેની પ્રક્રિયા હાથ ધરી છે. મહારાષ્ટ્ર સર્કલના મુખ્ય પોસ્ટમાસ્ટરે જણાવ્યું કે ટપાલ વિભાગ બેંક ખોલવાની સંપૂર્ણ તૈયારીમાં છે. વિભાગ દેશભરમાં 1.55 લાખ ટપાલઘરોથી બેંકિંગ જેવું કામ કરે છે, પણ લોનનું કામ થતું નથી. આથી બેંક ચલાવવામાં કોઇ મુશ્કેલી નહીં પડે. જલ્દી બેંકિંગ લાયસન્સ માટે અરજી આપવામાં આવશે. ભારતીય ટપાલ વિભાગની બેંકનું નામ પોસ્ટ બેંક હશે.
પ્રાપ્ત માહિતી અનુસાર વર્ષ 2015 સુધીમાં ટપાલઘરોમાં કોર બેંકિંગ સુવિધા શરૂ થઇ જશે અને 2018 સુધી તમામ ટપાલઘરોમાં એટીએમ મશીન મૂકવાની યોજના છે. ટપાલ વિભાગ સામે સૌથી મોટો પડકાર આધુનિકીકરણનો હતો. જેના માટે 4700 કરોડ રૂપિયાનું વિઝન ઇન્ડિયા પોસ્ટ 2012 યોજના શરૂ કરવામાં આવી અને ખાનગી ક્ષેત્રની આઠ મોટી કંપનીઓને આધુનિકીકરણનું કામ સોંપવામાં આવ્યું છે.
આ યોજના અંતર્ગત આર્થિક પ્રણાલીમાં સુધાર(એફએસઆઇ)ની જવાબદારી ઇન્ફોસિસને રૂપિયા 700 કરોડમાં આપવામાં આવી છે. કોર સિસ્ટમ ઇન્ટીગ્રેટર(સીએસઆઇ)નું કામ ટીસીએસને રૂપિયા 1100 કરોડમાં સોંપવામાં આવ્યું છે. ડેટા સિસ્ટમ અને નેટવર્કના કામમાં રૂપિયા 100 કરોડ ખર્ચવામાં આવશે. તેનો કોન્ટ્રાક્ટ રિલાયન્સને અપાયો છે. જ્યારે નેટવર્કનું કામ સિફીને સોંપવામાં આવ્યું છે.
ટપાલ વિભાગ પોસ્ટ બેંક માટે અલગ કંપની બનાવશે. શરૂઆતમાં પ્રાયોગિક પરિયોજના અંતર્ગત સાત રાજ્યોમાં આ સુવિધાઓ આપવામાં આવશે. જેમાં રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર, અસમ અને દિલ્હીનો સમાવેશ થાય છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
