પીએમ મોદી સાથે મુલાકાત બાદ સુંદર પિચાઈનુ એલાન- 'ગુજરાતમાં ગૂગલ ખોલશે ગ્લોબલ ફિનટેક ઑપરેશન સેન્ટર
PM Modi US Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની યુએસ મુલાકાત દરમિયાન ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ પણ તેમને મળ્યા હતા. ત્યારપછી તેમણે જાહેરાત કરી કે Google તેનું ગ્લોબલ ફિનટેક ઑપરેશન સેન્ટર ગિફ્ટ સિટી, ગુજરાતમાં સ્થાપશે.
યુએસ પ્રમુખ જો બાઈડેન અને ફર્સ્ટ લેડી જીલ બાઈડેને પીએમ મોદીને સ્ટેટ ડિનર માટે હોસ્ટ કર્યા હતા. અહીં તેમણે પિચાઈ સિવાય ટોચની કંપનીઓના સીઈઓ સાથે વાતચીત કરી. જેમાં માઈક્રોસોફ્ટના સત્યા નડેલા, એપલના ટિમ કૂક, ઓપનએઆઈના સેમ ઓલ્ટમેન અને એએમડીના લિસા સુનો સમાવેશ થાય છે.

પીએમ સાથે વાત કર્યા બાદ પિચાઈએ કહ્યું કે આજે અમે ગુજરાતના ગિફ્ટ સિટીમાં અમારા ગ્લોબલ ફિનટેક ઑપરેશન સેન્ટરના ઉદઘાટનની જાહેરાત કરી રહ્યા છીએ. આનાથી ભારતનું ફિનટેક નેતૃત્વ મજબૂત બનશે. અમે તેને વૈશ્વિક સ્તરે લઈ જઈશુ.
તેમણે કહ્યું કે દેશે ખાસ કરીને ડિજિટલ ઈન્ડિયા અને આર્થિક તકોના સંદર્ભમાં જે પ્રગતિ કરી છે તે જોવું રોમાંચક છે. હું ડિસેમ્બરમાં વડાપ્રધાન મોદીને મળ્યો હતો અને અમે અમારી વાતચીત ચાલુ રાખી હતી.
ગૂગલ ભારતના ડિજિટાઇઝેશન ફંડમાં $10 બિલિયનનું રોકાણ કરી રહ્યું છે. તે ચાલુ રાખવામાં આવશે. આમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરતી કંપનીઓ પણ સામેલ છે. તેમણે એ પણ જાહેરાત કરી કે તે 100થી વધુ ભાષાઓ પર કામ કરી રહ્યો છે, ટૂંક સમયમાં તે ભારતીય ભાષાઓમાં પણ બૉટ લાવશે.
પિચાઈના જણાવ્યા અનુસાર, ડિજિટલ ઈન્ડિયા માટે વડાપ્રધાનનું વિઝન તેમના સમય કરતાં આગળ છે. હવે તેઓ તેને બ્લૂ પ્રિન્ટ તરીકે જુએ છે, કારણ કે અન્ય દેશો પણ તે જ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પીએમ મોદીએ પિચાઈને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, ફિનટેક, સાયબર સુરક્ષા ઉત્પાદનો અને સેવાઓમાં સહયોગ માટે આમંત્રણ આપ્યું હતું. બંનેએ ગૂગલ અને ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેના સહયોગ અંગે પણ ચર્ચા કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
