Petrol Diesel Rate Today: આજે ફરી ભડકે બર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol Diesel Rate Today: આજે ફરી ભડકે બર્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol- Diesel Rate Today: ઓઇલ કંપનીઓ તરફથી આજે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. પેટ્રોલના ભાવ આજે 47થી 53 પૈસા સુધી વધ્યા છે જ્યારે ડીઝલના ભાવ પણ 53થી 58 પૈસા સુધી વધ્યા છે. દિલ્હીમાં એક લીટર પેટ્રોલ 99.11 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 90.42 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત 113.88 રૂપિયા અને ડીઝલની કિંમત 98.13 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલના ભાવ 108.53 રૂપિયા જ્યારે ડીઝલના ભાવ 93.57 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે ચેન્નઈમાં પણ પેટ્રોલ 104.90 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલના ભાવ 95 રૂપિયા પ્રતિ લીટર છે. જણાવી દઈએ કે પાછલા વર્ષે 4 નવેમ્બર બાદથી આ બંને ઈંધણના મૂલ્યમાં કોઈ વધારો હોતો થયો.
સરકારના રાજનૈતિક વિરોધીઓનો આરોપ હતો કે પાંચ રાજ્યોની ચૂંટણીને કારણે મોદી સરકારે ઓઈલ કંપનીઓને કિંમત વધારતાં રોકી હતી. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલનો ભાવ 112 ડોલર પ્રતિ બેરલ પહોંચ્યા બાદ રવિવારે ઓઈલ કંપનીઓએ ડીઝલના છૂટક ખરીદદારો માટે મૂલ્યમાં 25 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કર્યો હતો. ડીલર્સનું કહેવું છે કે છૂટક મૂલ્યમાં ધીરે ધીરે વધારો કરવામાં આવશે.
તમરા શહેરમાં કેટલા છે પેટ્રોલ-ડીઝલના ભાવ? જાણો
દિલ્હીમાં પેટ્રોલ 99.11 રૂપિયા પ્રતિ લીટર જ્યરે ડીઝલ 90.42 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
મુંબઈમાં પેટ્રોલ 113.88 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 98.13 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
કોલકાતામાં પેટ્રોલ 108.53 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 95 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.
ચેન્નઈમાં પેટ્રોલ 104.90 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 94.47 રૂપિયા પ્રતિ લીટર પર મળી રહ્યું છે.
નોંધનીય છે કે અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં 78 પૈસાનો ભાવ વધારો ઝીંકાયો છે, જે બાદ પેટ્રોલ તેની નવી સપાટી 98.27 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે. જ્યારે પેટ્રોલ આજે 80 ડીઝલ ભાવ વધારા સાથે 92.41 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
આ રાજ્યોમાં 100ને પાર પહોંચ્યું પેટ્રોલ
જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મૂ કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા ચાલી રહ્યો છે. આર્થિક રાજધાની મુંબઈમાં પેટ્રોલના ભાવ દેશના અન્ય શહેરોની સરખામણીએ સૌથી વધુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
