Petrol-Diesel Rate: મે મહિનામાં 10 વાર વધ્યા પેટ્રોલ-ડીઝલના ભાવ
Petrol-Diesel Rate: મે મહિનામાં અત્યાર સુધીમાં 10 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા
બુધવારે સામાન્ય નાગરિકોને રાહત મળી છે, આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ વધઘટ થઈ નથી. ઓઈલ કંપનીઓ પાછલા અઠવાડિયાથી એક દિવસ બાકાત રાખી સતત કિંમતો વધારી રહી છે. જણાવી દઈએ કે મંગળવારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો હતો. કાલે ડીઝલની કિંમતમાં 29થી 31 પૈસા પ્રતિ લીટરે જ્યારે પેટ્રોલની કિંમતમાં 24થી 27 પૈસાનો વધારો થયો હતો.

મે મહિનામાં 10 વખત મોંઘાં થયાં પેટ્રોલ-ડીઝલ
મે મહિનામાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલ 10 વખત મોંઘા થઈ ચૂક્યાં છે. સતત વધી રહેલા ભાવના કારણે માત્ર 10 દિવસમાં જ દિલ્હીમાં પેટ્રોલના રેટ 2.50 રૂપિયા વધી ચૂક્યા છે, જ્યારે ડીઝલના ભાવ આ મહિને 2.78 રૂપિયા મોંઘા થઈ ચૂક્યા છે. જણાવી દઈએ કે દરરોજ સવારે 6 વાગ્યે નવી કિંમતો જાહેર કરવામાં આવે છે.

આ શહેરોમાં પેટ્રોલ 100 રૂપિયાને પાર
મહારાષ્ટ્રના નાંદેડમાં પેટ્રોલ 100.54 રૂપિયા પ્રતિ લીટર, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 103.80 રૂપિયા, જેસલમેરમાં પેટ્રોલ 100.97 રૂપિયા, મધ્ય પ્રદેશના અનૂપપુરમાં પેટ્રોલ 103.49 રૂપિયા, નગરાબાંધમાં પેટ્રોલ 103.31 રૂપિયા, રીવામાં પેટ્રોલ 103.13 રૂપિયા અને ઈન્દોરમાં પેટ્રોલ 100.98 રૂપિયા પ્રતિ લીટરે વેચાઈ રહ્યું છે.

આજના પેટ્રોલ અને ડીઝલના ભાવ
- દિલ્હીમાં પેટ્રોલ 92.85 રૂપિયા અને ડીઝલ 83.51 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- મુંબઈમાં પેટ્રોલ 99.14 રૂપિયા અને ડીઝલ 90.71 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- ચેન્નઈમાં પેટ્રોલ 92.92 રૂપિયા અને ડીઝલ 88.34 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- કોલકાતામાં પેટ્રોલ 92.67 રૂપિયા અને ડીઝલ 86.35 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- બેંગ્લોરમાં પેટ્રોલ 95.94 રૂપિયા અને ડીઝલ 88.53 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- લખનઉમાં પેટ્રોલ 90.57 રૂપિયા અને ડીઝલ 83.89 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.
- પટનામાં પેટ્રોલ 95.05 રૂપિયા અને ડીઝલ 88.75 રૂપિયા પ્રતિ લીટરે મળી રહ્યું છે.












Click it and Unblock the Notifications
