મુંબઈમાં 92 રૂપિયે લિટરને પાર થયુ પેટ્રોલ, ડીઝલના પણ ભાવ વધ્યા, જાણો તમારા શહેરના રેટ

આજે એક વાર ફરીથી દિલ્લીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે.

Petrol, Diesel Prices Raised In Delhi-Mumbai: આજે એક વાર ફરીથી દિલ્લીમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થયો છે. શુક્રવારે સવારે રાજધાનીમાં પેટ્રોલ 25 પૈસા મોંઘુ થયુ છે. આ વધારા સાથે શુક્રવારે રાજધાનીમાં પેટ્રોલની કિંમત 85.45 રૂપિયા પ્રતિ લિટર પહોંચી ગઈ છે. વળી, ડીઝલની કિંમત 75.63 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે. જ્યારે મુંબઈમાં પેટ્રોલના ભાવ 92 રૂપિયાને પાર પહોંચી ગયા છે. વધતી પેટ્રોલની કિંમતોએ એક વાર ફરીથી લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. જો કે સરકારે આશા છે કે ઈંધણની વૈશ્વિક કિંમતોમાં તેજી અલ્પકાલિન હશે અને જલ્દી આમાં ઘટાડો આવશે.

petrol

મુખ્ય શહેરોમાં પેટ્રોલની કિંમતો(Indian Oilની વેબસાઈટ પર આધારિત રેટ)

દિલ્લીઃ 85.45 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈઃ 92.04 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તાઃ 86.87 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈઃ 88.08 રુપિયા પ્રતિ લિટર
નોઈડાઃ 85.02 રુપિયા પ્રતિ લિટર

મુખ્ય શહેરોમાં ડીઝલના ભાવ(Indian Oil ની વેબસાઈટ પર આધારિત રેટ)

દિલ્લી: 75.63 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ : 82.40 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 79.23 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ : 80.90 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા : 76.08 રૂપિયા પ્રતિ લિટર

સરકારનુ નિવેદન

પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારા પર સરકારનુ કહેવુ છે કે આ વધારો અમુક સમય માટે જ છે અને જલ્દી આમાં ઘટાડો થશે. વળી પેટ્રોલ-ડીઝલના ભાવોમાં વધારાથી આમ આદમીનુ ખિસ્સુ ખાલી થઈ રહ્યુ છે અને મોંઘવારી કમર તોડી રહી છે. વિપક્ષી દળ પણ કેન્દ્ર સરકાર પર ઈંધણના વધારાની કિંમતો પર લગામ લગાવવા માટે સતત હુમલા કરી રહ્યા છે.

આ રીતે જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. પહેલા તમે IOCની એપ ડાઉનલોડ કરો અથવા તમારા પોતાના મોબાઈલમાં RSP અને પોતાના શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમારા SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો RSP નંબર અલગ અલગ હશે માટે તમે IOCની વેબસાઈટથી જાણી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X