છેલ્લી તકઃ કાલ સુધીમાં પતાવી લો પોતાના બેન્ક ખાતા અંગેના કામ, નહીં તો ફસાઈ જશે પૈસા
છેલ્લી તકઃ કાલ સુધીમાં પતાવી લો પોતાના બેન્ક ખાતા અંગેના કામ, નહીં તો ફસાઈ જશે પૈસા
જો તમે નિવૃત્ત છો, અને પેન્શનધારક છો તો તમારા માટે સમાચાર મહત્વના છે. પેન્શનધારકો માટે 30 નવેમ્બરની તારીખ મહત્વની છે. 30 નવેમ્બર સુધી તમારે લાઈફ સર્ટિફિકેટ જમા કરાવવું જરૂરી છે, નહીં તો તમારા પૈસા ફસાઈ શકે છે. આ માટે તમારે નજીકની બેન્કની શાખામાં જવું પડશે અથવા ઓનલાઈન રીતે તે જમા કરાવવું પડશે. જો તમે આવું નહીં કરો તો પેન્શન અટકાઈ છે.

30 નવેમ્બર સુધીમાં પૂરુ કરી લો આ કામ
SBI સહિત તમામ બેન્કોએ પોતાના પેન્શન ખાતાધારકોએ 30 નવેમ્બર સુધીમાં પોતાનું જીવન પ્રમાણપત્ર બેન્કમાં જમા કરાવવા આદેશ કરાયો છે. જો તમે અત્યાર સુધીમાં જીવન પ્રમાણપત્ર જમા નથી કરાવ્યું તો ટૂંક સમયમાં જ આ કામ કરી લો, નહીં તો તમારી મુશ્કેલી વધી શકે છે. તમને જણાવી દઈએ કે આખા દેશમાં સૌથી વધુ પેન્શન ખાતા SBIમાં જ છે. SBIમાં 36 લાખ પેન્શન ખાતા છે અને 14 સેન્ટ્રલાઈઝ્ડ પેન્શન પ્રોસેસિંગ સેલ છે. તમારી પાસે માત્ર 2 દિવસ બચ્યા છે. છેલ્લા દિવસની રાહ જોવા કરતા આજે જ બેન્કમાં લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી દો. તો ખેડૂતોએ પણ પીએમ કિસાન સમ્માન યોજના અંતર્ગત લાભ મેળવવા માટે આધાર લિંક કરવું જરૂરી છે. તેનો પણ છેલ્લો દિવસ 30 નવેમ્બર છે.

કેવી રીતે જમા કરશો લાઈફ સર્ટિફિકેટ
બેન્ક ખાતામાં લાઈફ સર્ટિફિકેટ જમા કરવા માટે તમારે નજીકની બેન્કમાં જઈને ફોર્મ ભરવું પડશે. આ ઉપરાંત તમે ઘરે બેઠા પણ આ કામ કરી શકો છો. ઉમંગ એપ દ્વારા સરકારી કર્મચારી લાઈફ સર્ટિફિકેટ જમા કરાવી શકે ચે. આ ઉપરાંત તમે આધાર સેન્ટર અને કોમન સર્વિસ સેન્ટર દ્વારા પણ જીવન પ્રમાણ પત્ર જમા કરાવી શકો છો. જો તમે બેન્ક સુધી જઈ શકો તેમ ન હો તો પરિવારના સભ્ય મારફત ફોર્મ ભરીને મોકલી શકો છો. પરંતુ આ ફોર્મ પર તમારે કોઈ મેજિસ્ટ્રેટ કે ગેઝેટેડ ઓફિસરની સહી કરાવવી જરૂરી છે.

ન આપ્યું તો અટકી જશે લાભ
પીએમ કિસાન સમ્માન નિધિ સ્કીમ અંતર્ગત ખેડૂતોને સહાય અપાય છે. જરૂરિયાતવાળા ખેડૂતોને આ સરકારી સ્કીમ અંતર્ગત 6 હજાર રૂપિયાની સહાય મળે છે. તેના હપતા મેળવવા માટે તમારે પોતાના ખાતા સાથે આધાર નંબર લિંક કરાવવો પડશે. તેની માટેનો છેલ્લો દિવસ 30 નવેમ્બર છે. જો તમે લિંક કરવામાં મોડું કર્યું તો તમારા ખાતામાં 6000 રૂપિયા નહીં આવે. જમ્મુ કાશ્મીર, લદ્દાખ, આસામ, મેઘાલયના ખેડૂતો માટે આ તારીખ 31 માર્ચ 2020 છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
