આખરે પરિણીતી ચોપરાએ રાઘવ ચઢ્ઢાને ડેટ કરવા મુદ્દે ચુપ્પી તોડી, જાણો શું છે હકિકત?
આ દિવસોમાં બોલિવૂડની હસીના પરિણીતી ચોપરા અને યુવા રાજનેતા રાઘવ ચઢ્ઢાની લવ સ્ટોરીની ખુબ ચર્ચા છે. બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા બાદ એ ચર્ચા ચાલી રહી છે કે બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે અને લગ્નની તૈયારી કરી રહ્યા છે. જો કે હવે પરિણીતી ચોપરાએ આ મુદ્દે ખુલ્લીને વાત કરી છે.
છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર બન્નેના અફેરને લઈને ચર્ચાનું બજાર ગરમ છે ત્યારે હવે પરિણીતી ચોપરાએ ખુદ ચુપ્પી તોડી છે. જો કે તેને ખુલ્લીને કોઈ વાત કરવાની જગ્યાએ કહ્યું કે, તેને ઠીક લાગશે ત્યારે જવાબ આપશે. પરિણીતીએ કહ્યું કે, મીડિયામાં મારી ચર્ચા કરવી અને લાઇન ક્રોસ કરવી એમાં થોડો તફાવત છે.

પરિણીતી ચોપરાએ કહ્યું કે, જો કોઈ ગેરસમજ ઊભી કરવામાં આવી રહી છે તો હું ચોક્કસપણે તેના વિશે વાત કરીશ. જો મને લાગે કે તે જરૂરી નથી તો હું તેને સાફ નહીં કરું. જો લોકોને મારામાં રસ ન હોય તો એનો અર્થ એ થશે કે એક અભિનેત્રી તરીકે મારે જે સફળતા મેળવવી જોઈતી હતી તે મને મળી નથી.
પરિણીતીએ આગળ વાત કરતા કહ્યું કે, જો દુનિયાને મારા વિશે જાણવામાં રસ ન હોય તો હું મારી જાતને નિષ્ફળ ગણીશ. જો દુનિયા મારા વિશે જાણવા માંગે છે તો તેનો અર્થ એ છે કે મેં મારા કરિયરમાં કંઈક સારૂ કર્યુ છે. હું આ બધી બાબતોને હકારાત્મક રીતે જોઉં છું.
અહીં તમને જણાવી દઈએ કે, હાલમાં જ પરિણીતી ચોપરા રીંગ ફિંગરમાં રિંગ સાથે જોવા મળી હતી. ત્યારબાદ તેની અને રાઘવ ચઢ્ઢાની સગાઈની અટકળો લાગી રહી છે. હાલમાં જ રાઘવ ચઢ્ઢાને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, ઉજવણી થશે પરંતુ તે યોગ્ય સમયે તેના વિશે વાત કરશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
