હવે માત્ર 1400 રૂપિયામાં થશે હવાઈ મુસાફરી, જાણો રૂટ અને ભાડું
હવે તમે દેશની સુંદર જગ્યાઓ પર ખૂબ જ સસ્તામાં ફરી શકો છો. એટલું જ નહીં હવે ફ્લાઈટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બનશે. વાસ્તવમાં એરલાઇન કંપની ઇન્ડિગોએ ઘણી નવી સીધી ફ્લાઇટની જાહેરાત કરી છે.
નવી દિલ્હી : હવે તમે દેશની સુંદર જગ્યાઓ પર ખૂબ જ સસ્તામાં ફરી શકો છો. એટલું જ નહીં હવે ફ્લાઈટ દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું સરળ બનશે. વાસ્તવમાં એરલાઇન કંપની ઇન્ડિગોએ ઘણી નવી સીધી ફ્લાઇટની જાહેરાત કરી છે. આ સાથે ઈન્ડિગોએ જણાવ્યું છે કે, અમે અમારા મુસાફરો માટે પોઈન્ટ ટુ પોઈન્ટ કનેક્ટિવિટી વધારવાની દિશામાં વધુ એક પગલું ભર્યું છે.

એરલાઈન કંપની ઈન્ડિગોએ આપી માહિતી
એરલાઇન કંપની ઇન્ડિગોનું કહેવું છે કે, ડાયરેક્ટ કનેક્ટિવિટી મુસાફરીને સરળ બનાવશે અને તેની પ્રાકૃતિક સુંદરતા, સમૃદ્ધ અને વૈવિધ્યસભર સંસ્કૃતિ માટે પ્રવાસીઓનેઅનોખો અનુભવ આપશે.
આનાથી મુસાફરો માટે મુસાફરીનું આયોજન પણ સરળ બનશે. આ અગાઉ એરલાઈને શિલોંગ અને દિબ્રુગઢ વચ્ચે 2 નવેમ્બર, 2021થી સીધીફ્લાઈટ શરૂ કરી છે. તેનું પ્રારંભિક ભાડું માત્ર 1400 રૂપિયા છે.

કેવી રીતે બૂક કરશો?
જો તમે પણ સસ્તી મુસાફરી કરવા માંગો છો, તો તમે ઈન્ડિગોની વેબસાઈટ પર જઈને વિગતવાર માહિતી મેળવી શકો છો.
આ સિવાય મુસાફરો એરલાઇનની સત્તાવારવેબસાઇટ https://www.goindigo.in/ પર જઇને ઇન્ડિગોની ફ્લાઇટ માટે ટિકિટ બૂક કરાવી શકો છો.

12 કલાકની મુસાફરી માત્ર 75 મિનિટમાં
ઉલ્લેખનીય છે કે, પરિવહનના કોઈ સીધા માધ્યમો ઉપલબ્ધ ન હોવાને કારણે લોકોને શિલોંગ અને દિબ્રુગઢ વચ્ચે મુસાફરી કરવા માટે રોડ અને ટ્રેન દ્વારા 12 કલાકનીલાંબી મુસાફરી કરવાની ફરજ પડી રહી છે, પરંતુ હવે માત્ર 75 મિનિટની ફ્લાઇટનો વિકલ્પ પસંદ કરીને બે શહેરો વચ્ચે સરળતાથી ઉડાન ભરી શકાશે.

કયા શહેરોના રૂટનું કેટલું ભાડું
- જમ્મુ થી લેહ - રૂપિયા 1854
- લેહથી જમ્મુ - રૂપિયા 2946
- ઈન્દોરથી જોધપુર - રૂપિયા 2695
- જોધપુરથી ઈન્દોર - રૂપિયા 2735
- પ્રયાગરાજથી ઈન્દોર - રૂપિયા 3429
- ઈન્દોરથી પ્રયાગરાજ - રૂપિયા 3637
- લખનઉ થી નાગપુર - રૂપિયા 3473
- નાગપુર થી લખનઉ - રૂપિયા 3473
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
