હવે સરકાર આઇસક્રીમ પર સર્વિસ ટેક્સ વસૂલ કરશે
નવી દિલ્હી, 27 જૂન : કેન્દ્ર સરકાર તેમની કરવેરાની આવકમાં વધારો કરવા માટે હવે આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ ઉપર સર્વિસ ટેક્સ નાંખવાનું વિચારી રહી છે. સરકારના મત પ્રમાણે આઈસક્રીમ વેન્ડર તમને કોઈ પ્રોડક્ટ નથી વહેંચી રહ્યો, પરંતુ સર્વિસ આપી રહ્યો છે. સૂત્રોના દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે કેન્દ્ર સરકાર દ્વારા આગામી ટૂંક સમયમાં જ આઈસક્રીમ પર સર્વિસ ટેક્સ લગાવવામાં આવશે.

કરવેરા વિભાગના અગ્રણી અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે અમૂલ, વાડીલાલ, ક્વોલિટી વોલ, બાસ્કિન રોબિન્સ, હેવમોર જેવી આઈસક્રીમ કંપનીઓ અને રિટેલ વેન્ડર ગ્રાહકોને સર્વિસ આપે છે. તેથી આ પ્રમાણેની કંપનીઓ પાસેથી ટેક્સ વસૂલવો જોઈએ.
ટેક્સના અગ્રણી અધિકારીઓ કહે છે કે આઈસક્રીમ એર કન્ડિશન સુવિધામાં વેચવામાં આવે છે અને આ વર્ષે બજેટમાં એર કન્ડિશન અથવા સેન્ટ્રલ એર હિટિંગ સુવિધાવાળા રેસ્ટોરાં અને ખાણીપીણીના સ્થળ પર સર્વિસ ટેક્સ લગાવવામાં આવે છે. આઈસક્રીમ એર કન્ડિશન સાધનોમાં રાખવામાં આવતી હોય છે તેથી તેના ઉપર સર્વિસ ટેક્સ લાગવામાં આવે તે સામાન્ય બાબત છે.
સર્વિસ ટેક્સ લાગવાના કારણે આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ પર ડબલ ફટકો પડશે. પહેલેથી જ આઈસક્રીમ ઈન્ડસ્ટ્રીઝ પર રો-મટીરિયલના ભાવ વધવાથી દબાણ છે. આ પરિસસ્થિતિમાં કંપનીઓ પર ડબલ ટેક્સનું ભારણ ઉઠાવવાનું મુશ્કેલ છે. આઈસક્રીમ ઈન્ડસ્ટ્રિઝ પર હાલ મેન્યુફેક્ચરિંગ ગુડ્ઝ હોવાના કારણે વેલ્યુ એડેડ ટેક્સ અને એક્સાઈઝ ડ્યૂટી પહેલી જ લગાવવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
