અમૂલ આણંદના મોગરમાં સ્થાપશે બેકરી પ્લાન્ટ
આણંદ, 10 ઓગસ્ટ : 'ટેસ્ટ ઓફ ઇન્ડિયા'ની ટેગલાઇન સાથે ઓળખાતી દેશની સૌથી મોટી ડેરી બ્રાન્ડ અમૂલ દ્વારા સતત નવા ક્ષેત્રોમાં વિસ્તાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સિલસિલો જાળવી રાખીને અમૂલે હવે બેકરી પ્રોડકટસ પર નજર ઠેરવી છે. આણંદ ખાતેના એક પ્લાન્ટમાં શરૂ કરવામાં આવેલા પાઇલટ પ્રોજેકટ અંતર્ગત બ્રેડ બન, કૂકીઝ વગેરેની માંગ સંતોષી શકાય એમ નથી. આથી તે નવો પ્લાન્ટ શરૂ કરવાની દિશામાં કામ કરી રહી છે.
અમૂલ છેલ્લા બે વર્ષ વર્ષથી કૂકીઝનું વેચાણ કરે છે. આ પ્રોડક્ટ્સ અમદાવાદ અને વડોદરાના બજારમાં સપ્લાય થાય છે. વધતી માંગને પહોંચી વળવા અમૂલ ડેરી હવે બેકરી બિઝનેશ અને ખાસ કરીને કૂકીઝ ક્ષેત્રે વિસ્તરણ કરવાનું વિચારી રહી છે. કંપનીની હાલની ક્ષમતા મહિને 15થી 20 ટનની છે. જેમાં ચોકલેટ, મલ્ટિગ્રેઇન, બટર અને કોપરની જુદી જુદી બનાવટોનો સમાવેશ થાય છે.

આ અંગે અમૂલ ડેરીના એમડી રાહુલ કુમારે જણાવ્યું કે "અમે આણંદમાં મોગર ખાતે વાર્ષિક 20 ટનની ક્ષમતાનો કુકીઝ પ્લાન્ટ બનાવીશું. આ પ્રોડકટ લગભગ છ મહીના સુધી સારી રહે છે. બિસ્કીટ માર્કેટમાં ઝડપી વિકાસની નોંધપાત્ર સંભાવના છે. અમે કુકીઝ, બન અને બ્રેડના બજારમાં વાર્ષિક 40 ટનની વૃધ્ધિ જોઇ રહ્યા છીએ. અન્ય બ્રાન્ડસ તેમની પ્રોડકટસમાં બટરની ફલેવરનો ઉપયોગ કરે છે. અમે અમારા કુકીઝમાં 26 ટકા અમુલ બટરનો ઉપયોગ કરીએ છીએ." નોંધનીય છે કે છ મહિના પહેલા અમુલે કુકીઝના આકર્ષક પેકિંગ અને બ્રાન્ડિંગનો નિર્ણય લીધો હતો.
અમૂલ ડેરીના ટર્નઓવરમાં રૂપિયા 20 કરોડનો હિસ્સો ધરાવતા કુકીઝ બિઝનેશ પર હજુ અગ્રણી કંપનીઓનું ધ્યાન પડયું નથી. ભારતમાં કુકીઝ માર્કેટના અગ્રણી ખેલાડીઓમાં આઇટીસી (સનફીસ્ટ), બ્રિટાનીયા (ગુડ ડે), અને પારલે (હાઇડ એન્ડ સીક મિલાનો)નો સમાવેશ થાય છે. મુંબઇની એક બિસ્કીટ કંપનીના એકઝીકયુટીવે જણાવ્યું છે કે તેમને રૂપિયા 500 કરોડના કુકીઝ માર્કેટમાં અમુલના પ્રવેશની જાણ નથી તેમને બિસ્કીટનું બજાર રૂપિયા 15,000 કરોડ હોવાનો અંદાજ છે.
અગાઉ જીસીએમએમએફએ જુદી જુદી બ્રાન્ડ હેઠળ પ્રયોગિક ધોરણે ચા,કોફી,નાસ્તા અને મીનરલ વોટરનું વેચાણ કર્યુ હતું. જીસીએમએમએફના એમડી આર એસ સોઢીએ જણાવ્યું કે પ્રાયોગિક ચકાસણી સફળ થશે તો પણ રાષ્ટ્રીય સ્તરે લોન્ચિંગ માટે અત્યારથી કંઇ કહેવું ઉતાવળિયું ગણાશે. આ પ્રારંભિક તબક્કો છે. આ સેગમેન્ટ ધણુ સ્પાર્ધાત્મક છે અને તેનું માર્જિન પણ નીચું છે. બ્રાન્ડિંગમાં પણ ઘણા રોકાણની જરૂર પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
