સાતમી વાર બજેટ રજૂ કરશે નિર્મલા સીતારમણ, 20 જૂનથી શરુ થશે પ્રી બજેટ મીટિંગ
Nirmala Sitharaman: નાણામંત્રી નિર્મલા સીતારમણ જુલાઈના અંતિમ સપ્તાહમાં નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરી શકે છે. પીટીઆઈના અહેવાલ મુજબ નાણામંત્રી બજેટ રજૂ કરતા પહેલા 20 જૂને ઈન્ડસ્ટ્રી ચેમ્બરના સૂચનો લેશે.
સૂત્રોનું માનીએ તો બજેટ પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણ 18 જૂને રેવન્યુ સેક્રેટરી સંજય મલ્હોત્રા સાથે બજેટ પર સૂચનો લેશે. એવું માનવામાં આવે છે કે 2024-25નું બજેટ મોદી સરકારના આર્થિક એજન્ડાની રૂપરેખા નક્કી કરશે.

આ બજેટમાં નાણામંત્રીનું ફોકસ એ વાત પર રહેશે કે દેશના વિકાસની ગતિ વધારવા માટે શું પગલાં લઈ શકાય. આ વખતે કેન્દ્રમાં ગઠબંધનની સરકાર છે અને ભાજપ પૂર્ણ બહુમતથી દૂર છે, તેથી આ વખતે ગઠબંધનની અડચણોનું પણ બજેટમાં ધ્યાન રાખવામાં આવશે.
બજેટ દેશની અર્થવ્યવસ્થાને પાંચ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા અને તેને વધુ વેગ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. દેશના વિકાસ દરને ઝડપી બનાવવાની સાથે સાથે આવનારા ભવિષ્યમાં 2047 સુધીમાં વિકસિત ભારતની કલ્પનાને કેવી રીતે સાકાર કરી શકાય તેના પર વધુ ભાર મૂકવામાં આવશે.
ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ 7.2 ટકા રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આ બજેટમાં મોદી સરકારનો ભાર દેશના કૃષિ ક્ષેત્રને મજબૂત કરવા પર રહેશે. આ સાથે સરકાર રોજગાર સર્જન પર પણ ધ્યાન કેન્દ્રિત કરશે.
નોંધનીય છે કે નિર્મલા સીતારમણ સતત સાતમી વખત દેશનું બજેટ રજૂ કરશે. આ સાથે તે મોરારજી દેસાઈનો રેકોર્ડ તોડશે. છ દાયકા પહેલા મોરારજી દેસાઈએ સતત છ વખત દેશનું બજેટ રજૂ કર્યું હતું. નિર્મલા સીતારમણે પોતાના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન છ વખત બજેટ રજૂ કર્યું છે. તેમણે 2024નું વચગાળાનું બજેટ પણ રજૂ કર્યું હતું.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
