આકાશ અને ઇશા બિઝનેસમાં મુકેશ અંબાણીની મદદ કરશે
મુંબઇ, 7 જૂન : વિશ્વમાં ભારતનું નામ રોશન કરનાર કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં અંબાણી પરિવારની નવી પેઢીના આગમનની તૈયારીઓ થઇ રહી છે. આગામી સમયમાં રિલાયન્સનો બિઝનેસ સંભાળનારી નવી પેઢીમાં રિલાયન્સના ડાયરેક્ટર અને ચેરમેન મુકેશ અંબાણીના જોડિયા બાળકો આકાશ અંબાણી અને ઇશા અંબાણીનો સમાવેશ થાય છે.
અત્યાર સુધી તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડની વાર્ષિક બેઠકોમાં પોતાના પિતા મુકેશ અંબાણી, માતા નીતા અંબાણી અને દાદીમાં કોકીલાબેન સાથે આકાશ અને ઇશા કુટુંબના સભ્ય તરીકે નજરે પડતા હતા. પરંતુ મુકેશ અંબાણીના બંને બાળકો હવે આ બેઠકોમાં કંપનીના સભ્ય તરીકે વટભેર ભાગ લઇ શકે એવી સંભાવનાઓ સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે. જોડીયા ભાઇ બહેન આકાશ અને ઇશા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ટૂંક સમયની અંદર કર્મચારી તરીકે જોડાઇ શકે છે.

રિલાયન્સમાં પ્રવેશ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ટ્વિન્સ બાળકો આકાશ અંબાણી અને ઇશા અંબાણી...

બિઝનેસના પાઠ
આકાશ અને ઇશા અંબાણી ટૂંક સમયમાં રિલાયન્સ સમૂહમાં કર્મચારી તરીકે જોડાઇને બિઝનેસના પાઠ શીખશે...

મુકેશના પગલે આગળ વધશે
બંને બાળકો પોતાના પિતાની રાહે આગળ વધવા માંગે છે. મુકેશે પણ અભ્યાસ પૂરો કર્યા બાદ પિતા ધીરુભાઈ અંબાણી સાથે બિઝનેસમાં જોડાયા હતા...

ઇશા અને મુકેશ અંબાણી
એક બિઝનેસ ઇવેન્ટમાં ભાગ લેવા પહોંચેલા ઇશા અને મુકેશ અંબાણી...

ટ્વિન્સની કમાલ
ઇશા અને આકાશે વિદેશની યુનિવર્સિટીમાંથી પોતાનો અભ્યાસ પૂર્ણ કર્યો છે...

માતા - પિતા સાથે ઇશા
એક પ્રસંગમાં માતા નીતા અંબાણી અને પિતા મુકેશ અંબાણી સાથે ઇશા...

મુકેશ અંબાણી પરિવાર
ડાબેથી આકાશ અંબાણી, નીતા અંબાણી, અનંત અંબાણી, મુકેશ અંબાણી અને ઇશા અંબાણી

મુકેશ અંબાણી પરિવાર સાથે
તસવીરમાં ડાબેથી ઇશા અંબાણી, અનંત અંબાણી, નીતા અંબાણી, આકાશ અંબાણી અને મુકેશ અંબાણી

ઇશા અંબાણી
ઇશા અંબાણી યેલ યુનિવર્સિટીમાં ભણી છે...

ઇશા અંબાણી
ઇશાએ મનોવિજ્ઞાન અને દક્ષિણ એશિયાઇ અભ્યાસમાં ડીગ્રી મેળવી છે

ઇશા
ઇશા કંપનીમાં સ્ટ્રેટેજીક ડિસિઝનમાં ઇન્વોલ્વમેન્ટ ધરાવી શકે છે...

આકાશ અંબાણી
આકાશને મુકેશ અંબાણી પોતાના પરિવારમાં ટેકનીકનો ઉસ્તાદ માને છે. આકાશ બ્રાઉન યુનિવર્સિટીમાં ગ્રેજયુએટનો અભ્યાસ પુરો કરી પાછો ફર્યો છે...

અંબાણી કુટુંબની બીજી પેઢી
રિલાયન્સના સ્થાપક પિતા ધીરુભાઇ સાથે પુત્રો અનિલ અને મુકેશ અંબાણી...

અંબાણી પરિવાર
ધીરુભાઇ અંબાણીનો પરિવાર
ઉલ્લેખનીય છે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ટૂંક સમયમાં ટેલિકોમ અને રિટેલ ક્ષેત્રમાં વિકાસનું નવું ચરણ શરૂ કરવા માંગે છે અને કંપનીના અધિકારીઓનું કહેવું છે કે બિઝનેસના વિસ્તરણમાં પોતાના પિતાનો સાથ આપવા માટે આ બંને બાળકો તેનું સુકાન સંભાળી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર બંને બાળકો પિતાની રાહ પર ચાલી શકે છે. મુંકેશ અંબાણીએ પણ અભ્યાસ પુરો કરી કંપનીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું.
આકાશને મુકેશ અંબાણી પોતાના પરિવારમાં ટેકનીકનો ઉસ્તાદ માને છે. આકાશ બ્રાઉન યુનિવર્સિટીમાં ગ્રેજયુએટનો અભ્યાસ પુરો કરી પાછો ફર્યો છે. જ્યારે ઇશાએ પણ યેલ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાન અને દક્ષિણ એશિયાઇ અભ્યાસની ડીગ્રી મેળવી છે. મુકેશ અને નીતાના ત્રણ બાળકોમાં આકાશ અને ઇશા ટ્વિન્સ છે. જેમાં આકાશ સૌથી મોટો છે. જ્યારે બીજો પુત્ર અનંત સૌથી નાનો છે.
રિલાયન્સના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આકાશને જે જવાબદારી મળશે તેમાં તે ઓપરેશન્લ બિઝનેસના પાઠ શીખશે અને તેની જવાબદારી લેશે. બદલામાં તેને વેતન મળશે. મોટાભાગના યુવકોની જેમ આકાશ પણ દુરસંચાર કે રિટેલ કારોબારમાં ગ્રાહકોને રૂબરૂ મળવાનુ કામ પસંદ કરી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
