બીજા ક્વાર્ટરમાં Maruti Suzukiના નફામાં 39%નો ઘટાડો
બીજા ક્વાર્ટરમાં Maruti Suzukiના નફામાં 39%નો ઘટાડો
નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ ગુરુવારે પોતાના ક્વાર્ટરલી પરિણામ જાહેર કર્યાં. દેશની સૌથી મોટી કાર બનાવતી કંપની મારુતિ સુઝુકીનો નાણાકીય વર્ષ 2020ના બીજા ક્વાર્ટરમાં નફો 39.4 ટકાથી ઘટીને 1358.6 કરોડ રૂપિયા રહ્યો છે. જ્યારે પાછલા નાણાકીય વર્ષના સમાન ક્વાર્ટરમાં કંપનીનો પ્રોફિટ 2240.4 કરોડ રૂપિયા રહ્યો હતો. જ્યારે, જૂન ક્વાર્ટરમાં પણ કંપનીને 14355 કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. જણાવી દઈએ કે આ દરમિયાન કંપનીની આવક પણ ઘટી છે. જણાવી દઈએ કે પાછલા કેટલાય મહિનાથી કંપનીની કારના વેચાણમાં ઘટાડો નોંધાયો છે. કંપનીએ સતત પોતાનું પ્રોડક્શન પણ ઘટાડ્યું છે.

જ્યારે બીજા ક્વાર્ટરમાં મારુતિનું નેટ વેચાણ વાર્ષિક આધાર પર 22.50 ટકા ઘટીને 16120.40 કરોડ રૂપિયા રહ્યું. આ દરમિયાન સેલ્સ વૉલ્યૂમ વાર્ષિક આધાર પર 30.2 ટકા ગગડીને 3,38,317 યૂનિટ રહ્યો. બીજા ક્વાર્ટરમાં કંપનીની અન્ય આવક 526.6 કરોડ રૂપિયાથી વધીને 920 કરોડ રૂપિયા રહી છે. આ દરમિયાન કુલ આવક 28 ટકાથી ઘટી 17,905.30 કરોડ રૂપિયા રહી છે, જે પાછલા વર્ષના આ ક્વાર્ટરમાં 22,959.80 કરોડ રૂપિયા રહી હતી. જ્યારે વાર્ષિક આધાર પર બીજા ક્વાર્ટરમાં કંપનીનો એબિટડા 3431 કરોડથી ઘટી 1606.3 કરોડ રૂપિયા રહ્યું. જ્યારે એબિટડા માર્જિન 15.3 ટકાથી ઘટી 9.5 ટકા રહ્યું છે.
જ્યારે આ વિશે કંપનીનું કહેવું છે કે આ વર્ષે ઑટોમોબાઈલ ઉદ્યોગે કેટલીય પરિબળોને કારણે વેચાણમાં મહત્વપૂર્ણ ઘટાડો નોંધઆયો છે. મુખ્ય કારણોમાંથી એક કારના એક્વિજિશનની લાગતમાં વધારો છે. એવું કેટલાય કારણોથી થઈ રહ્યું છે, જેમ કે વધુ આકરા સેફ્ટી એન્ડ એમિશનના માપદંડ, વાહન વીમા ખર્ચામાં વધારો અને કેટલાય રાજ્યમાં રોડ ટેક્સમાં વધારો. આની સાથે જ ફાઈનાન્સની ઓછી ઉપલબ્ધતાએ પણ ગ્રાહકોની કાર ખરીદવાની ક્ષમતાને પ્રભાવિત કર્યું છે. આ કારણે કંપનીના પ્રોફિટમાં અસર થઈ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
