દિવાળી પહેલા આ બેંકે આપી ખુશખબર, ગ્રાહકોને થશે મોટો ફાયદો
દિવાળી પર દરેક જગ્યાએ બોનસ અને ઓફરની ભરમાર જોવા મળે છે. જેમાં ઘણીવાર સરકાર તરફથી પણ પોતાના કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. આ અંતર્ગત બેંક ઓફ મહારાષ્ટ્ર તરફથી તેમના ખાતા ધારકોને દિવાળી ભેટ આપી છે.
દિવાળી પર દરેક જગ્યાએ બોનસ અને ઓફરની ભરમાર જોવા મળે છે. જેમાં ઘણીવાર સરકાર તરફથી પણ પોતાના કર્મચારીઓને બોનસ આપવામાં આવે છે. આ અંતર્ગત બેંક ઓફ મહારાષ્ટ્ર તરફથી તેમના ખાતા ધારકોને દિવાળી ભેટ આપી છે. બેંક ઓફ મહારાષ્ટ્રએ ફેસ્ટિવ છૂટ અંતર્ગત હોમ લોન પર વ્યાજ દર ઘટાડીને 8 ટકા કર્યો છે. બેંક હાલમાં 8.3 ટકા પર હોમ લોન આપે છે, જેમાં 0.3 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.

આજથી નવા રેટ લાગુ થશે
જોકે, આ રેટ લોન લેનારના ક્રેડિટ સ્કોરના આધારે બદલાય છે. પૂણેમાં બેંકના હેડક્વાર્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બેંક ઓફ મહારાષ્ટ્રે પણ વ્યક્તિગત લોન પર વ્યાજ દર 11.35 ટકાથી ઘટાડીને 8.9 ટકા કરવાની જાહેરાત કરી છે.
નવા દરો 17 ઓક્ટોબર, 2022થી અમલમાં આવ્યા છે. બેંકે દિવાળી ધમાકા હેઠળ હોમ અને કાર લોન માટે પ્રોસેસિંગ ફી પહેલાથી જ માફ કરી દીધી છે.

સૌથી નીચો વ્યાજ દર ઓફર
બેંકે રિટેલ લોન, હોમ લોન અને પર્સનલ લોન માટે બેંકિંગ ઉદ્યોગમાં સૌથી નીચા વ્યાજ દરોમાંની એક પણ ઓફર કરી છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એક તરફ, વધતા નીતિગત દરોને અનુરૂપ વ્યાજ રેટ વધી રહ્યા છે, આવા સમયે, બેંક ઓફ મહારાષ્ટ્ર તહેવારોની સિઝનમાં ગ્રાહકોમાં ખુશી લાવવા માટે છૂટક લોન સસ્તી કરી રહી છે.

કેવી રીતે લાભ મેળવશો
જો તમે આ તહેવારોની સિઝનમાં ઘર, ફ્લેટ અથવા કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમે બેંક ઓફ મહારાષ્ટ્ર દ્વારા ઓફર કરવામાં આવેલી આ સ્કીમનો લાભ લઈ શકો છો.
આ સિવાય જો તમારી હોમ અથવા પર્સનલ લોન પહેલાથી જ કોઈ અન્ય બેંકમાંથી ચાલી રહી છે, તો તમે તમારી લોન ટ્રાન્સફર કરાવીને ઓછા વ્યાજ દરનો લાભ પણ લઈ શકો છો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
