LPG Cylinder Price: એલપીજી સિલિન્ડરની કિંમતોમાં ભારે ઘટાડો, જાણો કેટલી થઈ કિંમત
Commercial LPG cylinder price: દર મહિનાની પહેલી તારીખે પેટ્રોલિયમ કંપનીઓ એલપીજી સિલિન્ડરના ભાવમાં ફેરફાર કરે છે. કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં 1 એપ્રિલ એટલે કે આજે ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. રિપોર્ટ મુજબ 19 કિલોવાળા એલપીજી સિલિન્ડરના ભાવમાં 91.50 રુપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્લીમાં 19 કિલોના કૉમર્શિયલ સિલિન્ડરની કિંમત 2028 થઈ ગઈ છે.

ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ગયા મહિને કેન્દ્ર સરકારે ઘરેલુ રાંધણ ગેસ એટલે કે 14.2 કિલોના ગેસ સિલિન્ડરની કિંમતમાં 50 રૂપિયા અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરમાં 350 રૂપિયાનો વધારો કર્યો હતો. 2022માં ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ચાર વખત વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે જાન્યુઆરીમાં દિલ્લીમાં 1,768 રૂપિયાના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.
દિલ્લીમાં 19 કિલોના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2028 છે. કોલકાતામાં 19 કિલોના ઇન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2132 છે. મુંબઈમાં 1980 અને ચેન્નાઈમાં 19 કિલોના ઈન્ડેન ગેસ સિલિન્ડરની કિંમત 2192.50 છે.
ઘરેલુ એલપીજી સિલિન્ડરની સરખામણીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતો વધુ અસ્થિર છે. ગયા વર્ષે દિલ્લીમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર રૂ. 2,253માં વેચાતો હતો. એક વર્ષમાં કૉમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં માત્ર દિલ્લીમાં 225 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
માર્ચમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) યોજનાના 9.59 કરોડ લાભાર્થીઓને વાર્ષિક 14.2 કિલો LPG ગેસ સિલિન્ડર દીઠ 200 રૂપિયાની સબસિડી મળશે. દરેક પરિવાર 12 સબસિડીવાળા ઘરેલુ એલપીજી સિલિન્ડર મેળવી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
