મહિલાઓ માટે કેમ જરૂરી છે Life Insurance Policy
મહિલાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું તાત્કાલિક વિચારવું જોઈએ. લાઈફ ઈન્સ્યોરન્સમાં કેટલાક એવા ફીચર્સ છે, જે તમને તાત્કાલિક અસરથી ફાયદો કરાવી શકે છે.
મહિલાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવાનું તાત્કાલિક વિચારવું જોઈએ. લાઈફ ઈન્સ્યોરન્સમાં કેટલાક એવા ફીચર્સ છે, જે તમને તાત્કાલિક અસરથી ફાયદો કરાવી શકે છે. આજે મહિલાઓમાં આ વાતને લઈ અવેરનેસ વધી રહી છે કે તેમણે પણ ટર્મ પ્લાન્સ લેવા જોઈએ જેથી ક્યારેક દુર્ઘટના થાય તો બાળકોનું ભવિષ્ય સુરક્ષિત રહી શકે.
હાઉસ વાઈફ મહિલા હોય કે વર્કિંગ વુમન બધા માટે ટર્મ ઈન્સ્યોરન્સ જરૂરી છે. ટર્મ ઈન્સ્યોરન્સ લીધા બાદ જ વ્યક્તિએ અન્ય રોકાણ વિશે વિચારવું જોઈે. કારણ કે આજે લાઈફ ઈન્સ્યોરન્સ સૌથી અગત્યનો છે. લાઈફ ઈન્સ્યોરન્સ,, એવું રિસ્ક મેનેજમેન્ટ ટૂલ છે, જે પરિવારને દુર્ઘટના કે આકસ્મિક ઘટનાઓથી બચાવે છે.
આ પણ વાંચો: Paytm ની નવી સર્વિસ ટૂંક સમયમાં જ શરૂ થશે, ઘરે બેઠા પૈસા કમાવવાની તક

લાઈફ ઈન્સ્યોરન્સમાં મહિલાઓની સંખ્યા વધી
છેલ્લા દાયકાની સરખામણીમાં લાઈફ ઈન્સ્યોરન્સમાં મહિલાઓની સંખ્યા સુધરી છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના આંકડા પ્રમામે 2017-18માં 90 લાખ મહિલાોએ પોલિસી ખરીદી છે. જ્યારે આ વર્ષે 1.91 કરોડ પુરુષો લાઈફ ઈન્સ્યોરન્સ લઈ ચૂક્યા છે. એટલે મહિલાઓની ભાગીદારી માત્ર 1/3 રહી છે.

વર્કિંગ વુમને અહીં કરવું જોઈએ રોકાણ
દરેક માતાનો પ્રયત્ન હોય છે કે તેમના બાળકોને મુશ્કેલી ન પડે. પછી તે વર્કિંગ વુમન હોય કે હાઉસવાઈફ. બાળકોની ઈચ્છાઓ પૂરી કરવામાં માતા તમામ પ્રયત્ન કરે છે. આવામાં ખાસ કરીને બાળકોના અભ્યાસ સાથે સમજૂતી ન કરી શકાય. બાળકોના શિક્ષણ માટે બચત કરવા તમે યુનિટ લિંક્ડ્ ઈન્સ્યોરન્સ પ્લાન લઈ શકો છો. જેમાં રિસ્ક કવર થવાની સાથે સાથે રોકેલી રકમ વળતર તરીકે મોટી થઈ જાય છે. જ્યારે તમે તમારા બાળકેને કોલેજ કે કોઈ પ્રોફેશનલ કોર્સમાં દાખલ કરશો ત્યારે તે રકમ મદદ કરશે.
યુલિપ શેર બજાર સાથે જોડાયેલી ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ છે, એટલે તેમાં લાંબા ગાળાનું રોકાણ જ સારું રિટર્ન આપે છે. યુલિપમાં પેપર બેનિફિટ રાઉન્ડર પણ જોડી શકાય છે. એટલે જો પોલિસી ધારકની આકસ્મિક મોત થાય, તો પણ પ્લાન ચાલુ રહે છે અને ભવિષ્યના પ્રીમિયમની જવાબદારી ખુદ ઈન્સ્યેરન્સ કંપનીની રહે છે. એટલે જો માતા હયાત ન હોય તો પણ બાળકોની જરૂરિયાતો પૂરી થતી રહી છે.

હાઉસ વાઈફ મહિલાઓ આ રીતે કરી શકે છે બચત
જે મહિલાઓ હોમ મેકર હોય છે તેમને લાગતું હોય છે કે જો તેઓ પણ કમાતા હોત તો ઘરની નાણાકીય પરિસ્થિતિને સંભાળી શક્તા હોત. પરંતુ સાચી વાત એ છે કે જો તમે ઘરની જવાબદારી પૂરી કરતા કરતા દર મહિનાની બચતને યોગ્ય રીતે રોકશો તો તમારું આ કાર્ય કમાણી કરવા જેટલું જ મહત્વનું બની શકે છે. જો તમારા પતિ કામમાં અતિવ્યસ્ત રહેવાને કારણે બચતને યોગ્ય જગ્યાએ રોકવાનું આયોજન નથી કરી શક્તા, તો તમારે પતિ સાથે વાત કરીને પરિવારના ભવિષ્યની નાણાકીય જરૂરિયાતો પૂરી કરવા માટે રોકાણ કરવાની યોજના બનાવવી જોઈે એટલે જ હોમ મેકર મહિલાઓએ હેલ્થ ઈન્સ્યોરન્સ અને વૃદ્ધાવસ્થામાં આવક થાય તેવું આયોજન કરવું જોઈએ.

લગ્ન કે બાળક બાદ નોકરી છોડતા પહેલા આ નિર્ણય લો
મોટા ભાગે મહિલાઓ લગ્ન બાદ તો ક્યારે બાળકના જન્મ બાદ નોકરી છોડવાનો નિર્ણય કરે છે. આવી સ્થિતિમાં કેટલીક વાતો ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરવો જોઈએ
- શક્ય હોય તેટલું ઝડપી ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરો, ફાઈનાન્સિયલ પ્લાનરની મદદ લો.
- પ્લાનિંગ કરતા સમયે જરૂરિયાતો અને મહત્વકાંક્ષાનું ધ્યાન રાખો
- ઈન્સ્યોરન્સ તમારી વાર્ષિક આવક કરતા દસ ગણો હોવો જોઈએ
- ખાસ કરીને વૃદ્ધાવસ્થા માટે અલગથી આયોજન કરો. જેથી તમને નિયમિત આવકની સાથે બીમારીઓના ખર્ચની ચિંતા ન રહે.
- જો તમે લગ્ન કર્યા છે તો ફેમિલી માટે ફાઈનાન્સિયલ પ્લાન બનાવો, જેથી તમારી અને તમારા પ્રિયજનનની જરૂરિયાતો પૂરી થઈ શકે

ફાઈનાન્સિયલ સિક્યોરિટી
લાઈફ ઈન્સ્યોરન્સ એક એવું સાધન છે, જે પરિવારના મોભીની આકસ્મિક મોત થવા પર નાણાકીય સુરક્ષા આપે છે. એટલે જ પરિવાર જેના પર આધારિત છે તે પુરુષ વ્યક્તિ લાઈફ ઈન્સ્યોરન્સ લે છે. આવા પરિવારોમાં સામાન્ય રીતે ત્રીજી કે ચોથી પોલિસી પત્ની કે પુત્રીના નામે હોય છે. આમ તો મહિલાઓ પુરુષો પર આધારિત હોય છે, અને લાંબા સમય સુધી પોતાની જાતનું ધ્યાન રાખે છે. એટલે તેમણે સિસ્ટોમેટિક રીતે ફાઈનાન્સિયલ પ્લાનિંગ કરવું જોઈએ. મહિલાઓએ લાઈફ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદવા અંગે ગંભીરતાથી વિચારવું જોઈે. 60 વર્ષ કે તેનાથી વધુ ઉંમરે મેચ્યોર થતી એક એન્ડાઉમેન્ટ પોલીસ મહિલાઓ માટે બેસ્ટ સેવિંગ ટૂલ બની શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
