Lay off in Amazon : 18000 લોકો ગૂમાવશે નોકરી, 18 જાન્યુઆરીથી મળશે નોટીસ
આર્થિક અનિશ્ચિતતાની અસરને કારણે મોટી મોટી કંપનીઓ પણ નુકસાનમાં ચાલી રહી છે. આ સાથે દુનિયા પર મંદીના કાળા વાદળો છવાયેલા છે. જે કારણે ટ્વીટર અને ફેસબુકમાં મોટી સંખ્યામાં છટણી કરવામાં આવી હતી.
Lay off in Amazon : આર્થિક અનિશ્ચિતતાની અસરને કારણે મોટી મોટી કંપનીઓ પણ નુકસાનમાં ચાલી રહી છે. આ સાથે દુનિયા પર મંદીના કાળા વાદળો છવાયેલા છે. જે કારણે ટ્વીટર અને ફેસબુકમાં મોટી સંખ્યામાં છટણી કરવામાં આવી હતી.

આ વચ્ચે હવે એવા સમાચાર આવી રહ્યા છે કે, એમેઝોનમાંથી 18000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે. એમેઝોન કંપનીના સીઇઓ એન્ડી જૈસી દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ વિશે જાણકારી આપવામાં આવી છે.
લગભગ 18000 કર્મચારીઓની છટણી કરવામાં આવશે
એમેઝોન કંપનીના સીઇઓ એન્ડી જૈસીએ જણાવ્યું હતું કે, નવેમ્બરમાં કર્મચારીઓની છટણી બાદ હવે અમે છટણી અંગેની માહિતી શેર કરી રહ્યા છીએ. અમે લગભગ 18000 કર્મચારીઓની છટણી કરવાના છીએ. ઘણી ટીમો તેનાથી પ્રભાવિત થશે. મોટાભાગની છટણી એમેઝોન સ્ટોર, PXT સંસ્થામાં કરવામાં આવશે.
જેમને છૂટા કરવામાં આવી રહ્યા છે, તેમના માટે છટણી ખૂબ જ મુશ્કેલ હશે
એન્ડી જૈસીએ જણાવ્યું હતું કે, Ace ટીમ અને હું સંપૂર્ણ રીતે સમજીએ છીએ કે, જેમને છૂટા કરવામાં આવી રહ્યા છે, તેમના માટે છટણી ખૂબ જ મુશ્કેલ હશે, અમે આવા નિર્ણયો હળવાશથી લેતા નથી.
અમે આ લોકોને એક પેકેજ પ્રદાન કરીશું
જૈસીએ જણાવ્યું હતું કે, એમેઝોન આ નિર્ણયથી પ્રભાવિત થનારા લોકોની મદદ માટે કામ કરી રહી છે. અમે આ લોકોને એક પેકેજ પ્રદાન કરીશું. જેમાં અલગ પગાર, ટ્રાન્ઝિશનલ હેલ્થ ઈન્સ્યોરન્સ, એક્સટર્નલ જોબ પ્લેસમેન્ટ સપોર્ટનો સમાવેશ થાય છે.
કંપની દ્વારા સ્વૈચ્છિક ઘટાડો પણ ઓફર કરવામાં આવ્યો હતો
નોંધનીય છે કે, નવેમ્બર 2022માં પણ એમેઝોને 10,000 કર્મચારીઓની છટણી કરી હતી. ઉપકરણ અને પુસ્તકોના વ્યવસાયમાંથી છટણી કરવામાં આવી હતી. કંપની દ્વારા સ્વૈચ્છિક ઘટાડો (સેલ્ફ રજિગ્નેશન) પણ ઓફર કરવામાં આવ્યો હતો.
આ વર્ષની સમીક્ષા વધુ મુશ્કેલ રહી છે
નોંધનીય છે કે, નવેમ્બર મહિનામાં જ છટણી કરવામાં આવી હતી, કંપની દ્વારા સંકેત આપવામાં આવ્યો હતો કે, આગામી વર્ષમાં વધુ છટણી કરવામાં આવી શકે છે. કંપનીના CEOએ જણાવ્યું હતું કે, અર્થતંત્રમાં જે પ્રકારની અનિશ્ચિતતા છે, તેને જોતા આ વર્ષની સમીક્ષા વધુ મુશ્કેલ રહી છે, અમે છેલ્લા વર્ષોમાં મોટી સંખ્યામાં ભરતીઓ કરી છે. કંપની દ્વારા 18 જાન્યુઆરીથી છટણી કરવામાં આવતા કર્મચારીઓ સાથે વાતચીત કરવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
