આ પાંચ બેન્કમાં છે તમારી FD, તો તાત્કાલિક ચેક કરો, વ્યાજદર ઘટ્યા છે
રિઝર્વ બેન્કની ક્રેડિટ પોલિસીની જાહેરાત બાદ બેન્ક સતત પોતાની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ ઘટાડી રહ્યા છે. મોટી બેન્કો પોતાની એફડીના વ્યાજ દર ઘટાડી ચૂક્યા છે.
રિઝર્વ બેન્કની ક્રેડિટ પોલિસીની જાહેરાત બાદ બેન્ક સતત પોતાની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ ઘટાડી રહ્યા છે. મોટી બેન્કો પોતાની એફડીના વ્યાજ દર ઘટાડી ચૂક્યા છે. ત્યારે જાણવું જરૂરી છે કે જ્યાં તમે એફડી કરી છે, તે બેન્કે વ્યાજ દર બદલ્યા છે કે નહીં. જો કે બેન્ક એફડી પરના વ્યાજ દર જ્યારે ઘટાડે તો તે નવી એફડી પર જ લાગુ થાય છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે તમને કેટલું વ્યાજ મળી રહ્યું છે. એફડી દરેક લોકોએ કરવી જોઈએ. એફડી પર બેન્કમાંથી મળતું વ્યાજ નક્કી હોય છે, જે નક્કી સમયે મળી જાય છે. આવો ફાયદો ફક્ત પોસ્ટ ઓફિસમાં જમળે છે. જો તમે તમારા પૈસાને રિસ્ક ફ્રી રાખવા ઈચ્ચો છો તો એફડી બેસ્ટ વિકલ્પ છે.

સ્ટેટ બેન્ક
સ્ટેટ બેન્કે જુદી જુદી સમય મર્યાદાની ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દર ઘટાડ્યા છે. હવે 179 દિવસો સુધી ચાલનારી એફડી પર 0.50-0.75 ટકા વ્યાજમાં ઘટાડો કરાયો છે. 7 દિવસની એફડીથી લઈ 1 વર્ષથી ઓછા સમયની એફડી પર હવે 6.25 ટકા વ્યાજ મળશે. તો એક વર્ષથી લઈને 2 વર્ષ વચ્ચે પાક્તી એફડી પર 6.80 ટકા વ્યાજ મળી રહ્યું છે. 2થી 3 વર્ષે મેચ્યોર થતી એફડી પર 6.70 ટકા વ્યાજ મળી રહ્યું છે. તો 3થી 5 વર્ષની એફડી પર 6.60 ટકા વ્યાજ મળી રહ્યું છે. એસબીઆઈ 5થી 10 વર્ષ વચ્ચે પાકતી એફડી પર 6.50 ટકા વ્યાજ આપે છે.

પંજાબ નેશનલ બેન્ક
પંજાબ નેશનલ બેન્ક 7 દિવસથી 45 દિવસની એફડી પર 5 ટકા અને 46 દિવસથી 333 દિવસમાં મેચ્યોર થીત એફડી પર 6.3 ટકા વ્યાજ આપે છે. 1 વર્ષની એફડી પર પીએનબી 6.75 ટકા વ્યાજ આપી રહી છે. 1વર્ષથી વધુની અને 3 વર્ષની મેચ્યોરિટીવાળી એફડી પર 6.75 ટકા વ્યાજ મળી રહ્યું છે. 3 વર્ષ અને 10 વર્ષે મેચ્યોર થતી એફડી પર 6.5 ટકા વ્યાજ મળે છે. એફડીના નવા વ્યાજ દર 1 ઓગસ્ટ 2019થી લાગુ થશે.

એક્સિસ બેન્ક
એક્સિસ બેન્ક 7 દિવસથી 6 મહિનાની વચ્ચે મેચ્યોર થતી એફડી પર 6.25 ટકા વ્યાજ આપે છે. 6 મહિનાથી 9 મહિના વચ્ચે મેચ્યોર થતી એફડી પર 6.50 ટકા વ્યાજ મળે છે અને 9 મહિનાથી 1વર્ષ વચ્ચેની એફડી પર 7 ટકા વ્યાજ મળે છે. 1 અને 2 વર્ષની મેચ્યોરિટી વાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર 7.2 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. 2 વર્ષથી લઈને 5 વર્ષથી ઓછા સમયની એફડી પર 7.2 ટકા જ્યારે 5 વર્ષથી લઈને 10 વર્ષ વચ્ચેની મેચ્યોરિટીવાળી એફડી પર 7 ટકા વ્યાજ અપાઈ રહ્યું છે.

HDFC બેન્ક
HDFC બેન્કમાં 7થી 45 દિવસની એફડી પર 5.5 ટકા વ્યાજ મળી રહ્યું છે. 46 દિવસથી લઈને 6 મહિનામાં મેચ્યોર થતી એફડી પર 6 ટકા વ્યાજ મળી રહ્યું છે. HDFC બેન્ક 1 વર્ષે મેચ્યોર થતી એફડી પર 7.10 ટકા વ્યાજ આપે છે તો 1 વર્ષથી 2 વર્ષની એફડી પર 7.20 ટકા વ્યાજ અપાઈ રહ્યું છે. 2 વર્ષથી લઈને 3 વર્ષની મેચ્યોરિટી વાળી એફડી પર 7.3 ટકા વ્યાજ છે. 3થી 5 વર્ષે મેચ્યોર થતી એફડી પર 7.25 ટકા વ્યાજ જ્યારે 5થી 10 વર્ષની વચ્ચે પાકતી એફડીમાં 7 ટકા વ્યાજ મળે છે.

ICICI બેન્ક
ICICI બેન્ક 7 દિવસથી 1 વર્ષ વચ્ચે પાકતી ફિક્સ ડિપોઝિટ પર 6.75 ટકા વ્યાજ આપે છે. જ્યારે 2 વર્ષથી 3 વર્ષની એફડી પર 7.5 ટકા વ્યાજ મળે છે. તો 3 વર્ષથી 5 વર્ષે પાકતી એફડી પર 7.25 ટકા વ્યાજ મળી રહ્યું છે. આ ઉપરાંત 5 વર્ષથી 10 વર્ષે પાકતી એફડી પર 7 ટકા વ્યાજ મળે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
