#JioPhone : ફોન બૂક કરાવતા પહેલાં જાણો શું છે તેમાં ખાસ?
રિલાયન્સ જીયોએ લોન્ચ કર્યો છે નવો જીયો ફોન. શું છે આ ફોનની કિંમત અને કેવા કેવા ખાસ ફિચર્સ આ ફોનમાં છે, આ બધુ જાણો અહીં વિગતવાર.
રિલાયન્સ જીયોએ ઇન્ડિયન ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ભૂંકપ સર્જ્યા પછી આજે 4જી ફિચર ફોન લોન્ચ કરીને મોબાઇલ બનાવતી તમામ કંપનીઓને બોલતી બંધ કરી દીધી છે. આજે રિલાયન્સ જીયોની વાર્ષિક જનરલ મીટીંગમાં મુકેશ અંબાણીએ રિલાયન્સ જીયોનો નવો ઇન્ટેલિજન્ટ સ્માર્ટ ફોન, જીયો ફોન લોન્ચ કર્યો હતો. આ ફોનમાં એક સાથે અનેક ખૂબીઓ છે. જો કે આ ફોન ખાલી જીયોના સીમ પર જ ચાલશે. વોઇસ કમાન્ડ સમેત જીયોના આ નવા ફોનમાં એટલા બધા ફિચર છે કે પૂછા ના વાત, તેમ છતાં જો તેનો ભાવ જાણશો તો તમે ચોંકી જશો. ત્યારે જાણો શું છે ખાસ જીયોના આ ફોનમાં સાથે જ જાણો તેના વિષે જાણવા જેવું તમામ અહીં....

મફતના ભાવે ફોન
રિલાયન્સ જીયોએ આ ફોનને મફતમાં આપવાની જાહેરાત કરી છે. પણ શરૂઆતમાં તમારે આ ફોન માટે 1500 રૂપિયા આપવા પડશે જે રિફન્ડેબલ છે. 3 વર્ષ પછી ગ્રાહકને આ રૂપિયા પાછા આપવામાં આવશે. આવું એટલા માટે કરવામાં આવ્યું છે જેથી કરીને જીયો ઓફરનો કોઇ વ્યક્તિ દૂરઉપયોગ ના કરે.

શું છે ખાસ જીયો ફોનમાં?
- જીયો ફોનમાં લાઇફ ટાઇમ માટે તમામ કોલ મફત રહેશે
- સાથે જ આ ફોન પર તમને અનલિમિટેડ ડેટા એક્સેસ મળશે.
- 153 રૂપિયા પ્રતિ માસિકના ટેરિફ પ્લાન સાથે તમે જીયો ફોનનો ઉપયોગ કરી શકો છો. સાથે જ ઓછા રૂપિયા વાળી સ્ક્રીમ પણ નીકાળવામાં આવી છે.
- વળી જીયો ફોન પર ટીવી દ્વારા તમે જીયો ફોન ટીવી કેબલનો ઉપયોગ કરી કોઇ પણ ટીવી સાથે આ ફોનને જોડીને પોતાની પસંદનો પ્રોગ્રામ જોઇ શકશો.
- જો કે આ માટે તમારે 309 રૂપિયા વાળા ઘન ઘના ઘન ઓફરથી રિચાર્જ કરાવવું પડશે.

ઇમજન્સી મેસેજ
મુકેશ અંબાણીના નવા જીયો ફોનમાં તમે ઇમજન્સી મેસેજ પણ મોકલી શકો છો. સાથે જ તેમાં જીયો સિનેમા, જીયો ટીવી જેવા એપ છે. સાથે જ તેમાં વોઇસ કોલ અને વોઇસ સર્ચ ઓપશન પણ આપવામાં આવ્યા છે.

વોઇસ કમાન્ડ
વળી જીયોના ફોનથી તમે વોઇસ કમાન્ડ પણ આપીને તમામ મેસેજ મોકલી શકો છો. વોઇસ કોલ પણ કરી શકો છો. જીયો ફોન તમારી અવાજથી ઓપરેટ પણ થશે. સાથે જ આ ફોન ભારતની 22 ભાષાઓને સપોર્ટ કરી છે જેમાં ગુજરાતી પણ છે.

મન કી બાત
વધુમાં આ ફોન દ્વારા તમે પીએમ મોદીની મન કી બાત પણ સાંભળી શકશો. સાથે જ જલ્દી એક ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે તમારા બેંક એકાઉન્ટ, જનધન એકાઉન્ટ જેવી અનેક વસ્તુઓની ચૂકવણી અને ટ્રાન્સફર એક ક્લિક દ્વારા કરી શકશો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
