Jioના આ પ્લાન પર ચાલી રહી છે Buy 1 Get 1 Free ઓફર
જો તમે પણ Jio ફોન યુઝર્સ છો, તો તમારા માટે આ એક સારા સમાચાર છે. રિલાયન્સ Jio ખાસ કરીને તેના JioPhone યુઝર્સ માટે શ્રેષ્ઠ પ્રીપેડ પ્લાન ઓફર લાવ્યું છે, જેમાં તમને બેવડા લાભ મળશે.
Jio Buy 1, Get 1 One Free : જો તમે પણ Jio ફોન યુઝર્સ છો, તો તમારા માટે આ એક સારા સમાચાર છે. રિલાયન્સ Jio ખાસ કરીને તેના JioPhone યુઝર્સ માટે શ્રેષ્ઠ પ્રીપેડ પ્લાન ઓફર લાવ્યું છે, જેમાં તમને બેવડા લાભ મળશે. Jio કંપની તેના JioPhoneના તમામ પ્લાન પર Buy 1 Get 1 ફ્રી ઓફર આપી રહ્યું છે. એટલે કે દરેક પ્લાનમાં ડબલ બેનિફિટ્સ મળશે.
રિલાયન્સે જણાવ્યું છે કે, સેલ વધારવા માટે JioPhone યુઝર્સઓ દ્વારા રિચાર્જ કરાયેલા દરેક JioPhone પ્લાન માટે તેમને સમાન મૂલ્યમાં એક વધારાનો રિચાર્જ પ્લાન સંપૂર્ણપણે મફત આપવામાં આવશે. તેથી જો તમે પણ JioPhone યુઝર્સ છો, તો તમે તેનો લાભ લઈ શકો છો.

JioPhoneના છ પ્રિપેઇડ પ્લાન પર Buy 1, Get 1 One Free ઓફર
ઉલ્લેખનીય છે કે, રિલાયન્સની આ ઓફર લાંબા સમયથી ચાલી રહી છે, જે ફક્ત JioPhone યુઝર્સ માટે ઉપલબ્ધ છે. Jio તેના JioPhoneના છ પ્રિપેઇડ પ્લાન પર Buy 1, Get 1 One Free ઓફર આપી રહ્યું છે. તેમાં 39 રૂપિયા, 69 રૂપિયા, 75 રૂપિયા, 125 રૂપિયા, 155 રૂપિયા અને 185 રૂપિયાના રિચાર્જ પ્લાનનો સમાવેશ થાય છે. જો તમે 69 રૂપિયાનું રિચાર્જ કરો છો, તો તમને બેવડો લાભ મળશે, એટલે કે 0.5 GB ડેટાને બદલે, તમને દરરોજ 1 GB ડેટા મળશે.
Jio આ પ્રીપેડ પ્લાન પર Buy 1, Get 1 One Free ઓફર આપી રહ્યું છે
- 39 - 39 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સઓને અમર્યાદિત વોઇસ કોલિંગ, દરરોજ 100 MB ઇન્ટરનેટ ડેટા અને 14 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં કોઈ SMS ઉપલબ્ધ નથી. હાલ જો તમે આ પ્લાન ખરીદો છો, તો તમને દરરોજ 200 MB ડેટા મળશે.
- 69 - 69 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં અમર્યાદિત વોઇસ કોલિંગ, દરરોજ 0.5 GB ડેટા અને 14 દિવસની વેલિડિટી મળે છે. આ ઉપરાંત આ યોજનામાં તમને મફતમાં SMS મળતા નથી. હાલ Buy 1, Get 1 One Free હેઠળ આ પ્લાનમાં દરરોજ 1 GB ડેટા મળે છે.
- 75 - જો 75 રૂપિયાના પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો યૂઝર્સને અન્ય પ્લાનની જેમ અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે, પરંતુ ડેટા માત્ર 3GB ઉપલબ્ધ છે. કારણ કે, આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે. પરંતુ હાલ Buy 1, Get 1 One Free ઓફરને કારણે તમને આ રિચાર્જમાં 6GB ડેટા મળશે.
- 125 - 125 રૂપિયાનો પ્રીપેડ પ્લાન અનલિમિટેડ વોઇસ કોલિંગ દરરોજ 0.5 GB ઇન્ટરનેટ મળે છે, જેની વેલિડિટી 28 દિવસની છે. જો તમે આ પ્લાન ખરીદો છો, તો તમને દરરોજ 1GB ડેટા મળશે. કારણ કે આ પ્લાન Buy One Get One ઓફર હેઠળ આવે છે.
- 155 - 155 રૂપિયાના પ્રીપેડ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઇસ કોલિંગ અને દરરોજ 1GB ડેટા, 28 દિવસની વેલિટિડી સાથે મળે છે, પરંતુ હવે જો તમે આ પ્લાન ખરીદો છો, તો તમને દરરોજ 2GB ડેટા મળશે.
- 185 - JioPhoneના 185 રૂપિયાના પ્રીપેડ પ્લાનની વાત કરીએ તો, યુઝર્સને સામાન્ય રીતે દરરોજ 2GB ડેટા મળે છે અને અમર્યાદિત વોઇસ કોલિંગ મળે છે, જેની વેલિડિટી 28 દિવસની હોય છે, પરંતું હાલ આ પ્લાનમાં દરરોજ 4GB ડેટા મળી રહ્યા છે.
આમ, જો તમે રિલાયન્સના JioPhone ડિવાઇસનો ઉપયોગ કરો છો, તો તમે આ Buy 1 Get 1 Free ઓફરનો લાભ લઈ શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
