લોન મોરિટોરિયમ પર સુપ્રીમ કોર્ટમાં RBIની એફિડેવિટ - વધુ રાહત આપવી સંભવ નથી
ભારતીય રિઝર્વ બેંક(RBI)એ લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી છે.
નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંક(RBI)એ લોન મોરેટોરિયમ મામલે સુપ્રીમ કોર્ટમાં નવી એફિડેવિટ દાખલ કરી છે. એફિડેવિટમાં આરબીઆઈએ કહ્યુ છે કે કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત સેક્ટર્સને વધુ રાહત આપવી સંભવ નથી. આરબીઆઈએ એમ પણ કહ્યુ છે કે મોરેટોરિયમનો સમયગાળો 6 મહિનાથી વધારવો સંભવ નથી. તમને જણાવી દઈએ કે 13 ઓક્ટોબર પહેલા સુપ્રીમ કોર્ટમાં લોન મોરેટોરિયમ મામલે સુનાવણી થતા પહેલા આરબીઆઈએ ન્યાયાલયમાં પોતાની એફિડેવિટ દાખલ કરી છે.

પોતાની એફિડેવિટમાં ભારતીય રિઝર્વ બેંકે કહ્યુ કે 2 કરોડ સુધીની લોન માટે ચક્રવૃદ્ધિ વ્યાજ માફ કરવામાં આવી શકે છે પરંતુ તેમ છતાં વધુ કોઈ રાહત આપવી રાષ્ટ્રીય અર્થવ્યવસ્થા અને બેંકિંગ ક્ષેત્ર માટે હાનિકારક થઈ શકે છે. આરબીઆઈએ કહ્યુ કે છ મહિનાથી વધુ મોરેટોરિયમ ઉધારકર્તાઓના ક્રેડિટ વ્યવહારને પ્રભાવિત કરી શકે છે અને નિર્ધારિત ચૂકવણીને ફરીથી શરૂ કરવામાં વિલંબના જોખમને વધારી શકે છે. આનાથી અર્થવ્યવસ્થામાં લોન નિર્માણની પ્રક્રિયા પર ખરાબ પ્રભાવ પડશે.
આરબીઆઈએ સુપ્રીમ કોર્ટને કહ્યુ કે સરકાર પહેલા જ 2 કરોડ સુધીના નાની લોન પર ચક્રવૃદ્ધિ વ્યાજ ન લેવાનો નિર્ણય કરી ચૂકી છે અને તેનાથી વધુ રાહત આપવી સંભવ નથી. રિયલ એસ્ટેટ સેક્ટર સહિત અમુક ક્ષેત્ર કોરોના આવતા પહેલા જ મુશ્કેલીનો સામનો કરી રહ્યુ હતુ. કોવિડ-19 દરમિયા સરકાર તરફથી આપવામાં આવેલુ મોરેટોરિયમ તેમની બધી સમસ્યાઓનો ઉકેલ ન હોઈ શકે. આ ઉપરાંત આરબીઆઈએ કોર્ટેને કહ્યુ કે લોનની ચૂકવણી ન કરનારા બધા ખાતાઓને NPA ઘોષિત કરવા પર લાગેલી રોકને હટાવવામાં આવે, આનાથી બેંકિંગ વ્યવસ્થા પર ખરાબ અસર પડી રહી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
