હવે સ્ટાન્ડર્ડ મેડિક્લેઈમ પોલિસીનો મળશે પૂરો ફાયદો, થયું પરિવર્તન
વીમા નિયામક ઈરડાએ કહ્યું છે કે કંપનીઓ હવે મેડિકલ ઈન્સ્યોરન્સની પ્રોડક્ટ્સ જુદી જુદી ઓફર સાથે નહીં વેચી શકે. આ માટે ઈરડાએ એક નવું માળકું તૈયાર કર્યું છે
વીમા નિયામક ઈરડાએ કહ્યું છે કે કંપનીઓ હવે મેડિકલ ઈન્સ્યોરન્સની પ્રોડક્ટ્સ જુદી જુદી ઓફર સાથે નહીં વેચી શકે. આ માટે ઈરડાએ એક નવું માળકું તૈયાર કર્યું છે, જેથી હેલ્થ ઈન્સ્યોરન્સની સ્કીમો એક સરખી થઈ શકે. બાદમાં એક જેવી પ્રોડક્ટ પર કંપનીઓ સરખું જ કવર આપી શક્શે. પ્રસ્તાવિત બદલાવને કારણે બેઝિક કવરની સાથે એડ ઓન કે વૈકલ્પિક કવર નહીં આપી શકાય. બેઝિક ઈન્ડેમ્નિટી હેલ્થ કવર પોલિસીમાં લઘુત્તમ 50 હજાર અને વધુમાં વધુ 10 લાખનો સમ એશ્યોર્ડ હોવો જરૂરી છે.
આ પણ વાંચો: માત્ર 3 વર્ષમાં આ રીતે ભેગું કરો 1 લાખનું ફંડ, આ છે પ્લાનિંગ

નહીં થાય ઘાલમેલ
સ્ટાન્ડર્ડ સ્વાસ્થ્ય વીમા પોલિસીને કોઈ પણ ક્રિટિકલ ઈલનેસ વકર કે અન્ય લાભ આધારિત કવર સાથે ન જોડવું જોઈએ. કોઈ પણ સ્ટાન્ડર્ડ પ્રોડક્ટ એક ફેમિલી ફ્લોટર પ્લાન તરીકે જ રજૂ કરી શકાય છે. અને તેની અંદર 0 થી 25 વર્ષના બાળકો પણ કવર થશે. માળખા પ્રમાણે પ્રિન્સિપલ સમ એશ્યોર્ડ માટે લઘુત્તમ ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 65 વર્ષ હોવી જરૂરી છે. આ પોલિસીને જીવન ભર રિન્યુ કરી શકાશે. તેમાં કોઈ એક્ઝિટ ઉંમર નથી.

નવી પોલિસીમાં આ હશે પ્રતિબંધ
દિશાનિર્દેશોમાં એ પણ પ્રસ્તાવ છે કે સ્ટાન્ડર્ડ સ્વાસ્થ્ય વીમા પ્રોડક્ટ્સને બેઝ કવર સાથે કોઈ પણ એડ ઓન અને વૈકલ્પિક કવર જોડવાની પરવાનગી નહીં હોય. હાલ કેટલીક વીમા કંપનીઓ જુદા જુદા પ્રકારની બેઝિક પ્રોડક્ટ્સ સાથે એડ ઓન કે વૈકલ્પિક કવર આપી રહી છે. આ જ કારણે દરેક કંપનીનું પ્રીમિયન જુદુ જુદુ હોય છે. અને બેઝિક કવરમાં શું શું સામેલ છે તેની ગ્રાહકોને માહિતી નથી હોતી.

કેટલાક કવર ફરજિયાત મળશે.
આ દિશનિર્દેશમાં એવું પણ કહેવાયું છે કે સ્ટાન્ડર્ડ સ્વાસ્થ્ય વીમા પ્રોડક્ટમાં કેટલાક કવર જેમકે હોસ્પિટલ ભરતી ખર્ચ (રૂમ, બોર્ડિંગ, નર્સિંગ ખર્ચ, ડેન્ટલ ટ્રીટમેન્ટ) દવાનો ખર્ચ, હોસ્પિટમાં ભરતી થયા પહેલા અને બાદના ખર્ચ, વેલનેસ ઈન્સેન્ટિવ સામેલ કરવું જરૂરી છે.

થઈ શકે છે મોટું પરિવર્તન
પોલિસી બાઝારના સ્વાસ્થ્ય વીમા પ્રમુખ અમિત છાબડાનું કહેવું છે કે, 'પ્રસ્તાવિત પરિવર્તનનો કારણે સ્વાસ્થ્ય વીમાના માર્કેટમાં મોટું પરિવર્તન આવી શકે છે. પ્રોડક્ટની કિંમતમાં 20-25 ટકાનો વધારો થઈ શકે છે. હાલ લગભગ 3.6 કરોડ પરિવારો પોતાની વાર્ષિક આવકમાંથી મોટા ભાગનો ખર્ચ આરોગ્ય પાછળ કરે છે, જેને કારણે તેમનું દેવું વધે છે. જો સસ્તા ઈન્સ્યોરન્સ પ્લાન હશે તો વધુ પરિવારો સ્વાસ્થ્ય વીમાની સુરક્ષા મેળવી શક્શે. આ ઉપારંત નિયમો દ્વારા વીમા પ્રોડ્ક્ટમાં પારદર્શિતા આવશે તો લોકોનો તેમાં ભરોસો વધશે.' તેમનું કહેવું છે કે,'લાંબા ગાળે આ પરિવર્તનથી એવી સ્થિતિ થશે જ્યારે દરેક પરિવાર પોતાના માટે સુરક્ષા કવચ બનાવી શક્શે. આ રીતે તેમનો ખર્ચ ઘણા અંશે ઓછો થશે.'
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
