શેરબજારમાં હાહાકાર, સેન્સેક્સ 600 પોઇન્ટ તૂટ્યો, રૂપિયો પણ 91 પૈસા કમજોર
ડોલરને મુકાબલે રૂપિયો સતત નીચે ગગડી રહ્યો છે. રૂપિયો ગુરુવારે 57 પૈસા ગગડીને 73.91 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો હતો.
ડોલરને મુકાબલે રૂપિયો સતત નીચે ગગડી રહ્યો છે. રૂપિયો ગુરુવારે 57 પૈસા ગગડીને 73.91 રૂપિયા પ્રતિ ડોલર પર પહોંચી ગયો હતો. ડોલરને મુકાબલે રૂપિયો અત્યારસુધીના તેના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયો છે. બુધવારે પણ રૂપિયામાં ઘટાડો જોવા મળ્યો હતો જયારે તે 43 પૈસા ગગડીને 73.34 પ્રતિ ડોલર પર બંધ થયો હતો. એટલું જ નહીં પરંતુ સેન્સેક્સમાં ફરી મોટો કડાકો જોવા મળ્યો છે.

સેન્સેક્સ ગુરુવારે 604 પોઇન્ટ તૂટીને 35,370.89 પર ખુલ્યો જેને કારણે શેરબજારમાં અફરાતફરી મચી ગયી. જયારે નિફટી પણ 136 પોઇન્ટ ગગડીને 10,722.15 પર પહોંચી ચુકી છે. બુધવારે સેન્સેક્સ 550 પોઇન્ટના કડાકા સાથે 36 હજારની નીચે આવી ગયો હતો. બુધવારે સેન્સેક્સ 35,975.63 પર બંધ થયો હતો જયારે નિફટી 150.05 પોઇન્ટ ગગડીને 10,858.25 પર બંધ થઇ હતી.
આ પણ વાંચો: SBIના ગ્રાહકો માટે ખાસ ખબર, હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો
આ વર્ષે ડોલરના મુકાબલે રૂપિયામાં 14 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ક્રૂડની કિંમત વધવાથી, ટ્રેડ વોર, કેડ વધવાની આશંકા, ડોલરમાં મજબૂતી, અને રાજનૈતિક અસ્થિરતાને કારણે રૂપિયા પર દબાણ સતત વધી રહ્યું છે. આવનારા દિવસોમાં પણ રૂપિયામાં સુધારો થાય તેવું નથી દેખાઈ રહ્યું.
આ પણ વાંચો: કયા દેશમાં વેચાય છે સૌથી મોંઘુ પેટ્રોલ?
જયારે રૂપિયામાં થતા ઘટાડાને કારણે તેલ કંપનીઓને વિદેશથી તેલ મંગાવવા માટે ભારે કિંમત ચૂકવવી પડી રહી છે. તેને કારણે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે. બેન્કિંગ, ઓટો, એફએમસીજી, ઓઇલ એન્ડ ગેસ અને પાવર સેક્ટર શેરમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
