ભારતીય નાગરિક વર્ષે 46 લાખથી વધુ બહાર નહીં લઈ જઈ શકે
નવી દિલ્હી, 17 ઓગસ્ટ : રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ)એ ડોલર સામે ભારતીય રૂપિયાને નબળો પડતો અટકાવવા માટે અનેક પ્રયત્નો કર્યા છે. આરબીઆઈએ વિદેશમાં ડોલર લઈ જવા માટે વિવિધ પ્રતિબંધો મૂક્યા છે. હવે કોઈ પણ ભારતીય નાગરિક દેશની બહાર વાર્ષિક 75,000 ડોલર (અંદાજે રૂપિયા 4623636 લાખ)થી વધારે લઈ જઈ શકશે નહીં. આ સિવાય આરબીઆઈએ ભારતીય નાગરિકો પર દેશની બહાર પ્રોપર્ટી ખરીદવા માટે ડોલર લઈ જવા ઉપર પણ પ્રતિબંધ મૂક્યો છે.
આરબીઆઈએ કંપનીઓ માટે વિદેશી રોકાણની મર્યાદામાં પણ ઘટાડો કર્યો છે. હવે કોઈ કંપની નેટવર્થના 400 ટકાની જગ્યાએ 100 ટકા જ રોકાણ કરી શકશે. આરબીઆઈ દ્વારા લાગુ કરવામાં આવેલા ફોરેક્સના નવા નિયમો નવરત્ન સરકારી કંપનીઓ, ઓએનજીસીની વિદેશી શાખાઓ અને ઓઈલ ઈન્ડિયાને લાગુ પડશે નહીં.

આરબીઆઈએ સોનાની આયાત પર વધુ પ્રતિબંધો મૂકી દીધા છે. હવે સોનાની આયાત માટે ડીજીએફટીની મંજૂરી લેવી પડશે, તે સાથે આરબીઆઈ દ્વારા સોનાના સિક્કાની આયાત ઉપર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ વિશે આરબીઆઈ દ્વારા ખૂબ ટૂંક સમયમાં નોટીફિકેશન રજૂ કરી દેવામાં આવશે.
આર્થિક ક્ષેત્રે નિષ્ણાત અરવિંદ માયારામના જણાવ્યા પ્રમાણે આરબીઆઈએ વિદેશી કરન્સીના આઉટફ્લોને રોકવા માટે આ પ્રમાણેના પગલાઓ લીધા છે. આરબીઆઈ અને કેન્દ્ર સરકાર દ્વારા ડોલર સામે રૂપિયાની નરમાઈને રોકવા માટે દરેક પગલા લેવામાં આવ્યા છે, પરંતુ હજુ સુધી તેઓ રૂપિયાને નબળો થતો અટકાવવામાં સફળ થયા નથી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
