indian billionaires list 2025 : ભારતીય અરબપતિઓની સંપતિમાં મોટો ઉછાળો, મુકેશ અંબાણી ફરીથી 100 કરોડ ક્લબમાં સામે
indian billionaires list 2025 : માર્ચના મધ્યથી શરૂ થયેલા શેરબજારના તેજીના દૌરને કારણે ભારતીય અબજોપતિઓની સંપત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.
વૈશ્વિક વેપારી તણાવમાં ઘટાડો અને વિદેશી રોકાણકારોના નવા રોકાણને કારણે આ તેજી આવી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીની સંપત્તિ ફરીથી 100 અબજ ડોલરના આંકડાને પાર કરી ગઈ છે.

મુકેશ અંબાણી આ સમયગાળા દરમિયાન સૌથી મોટા લાભાર્થી રહ્યા છે. માર્ચમાં તેમની સંપત્તિ 81 અબજ ડોલરના નીચલા સ્તરે હતી, જે હવે લગભગ 20 અબજના વધારા સાથે 100 અબજ ડોલરને વટાવી ગઈ છે.
આ વધારાએ તેમને વિશ્વના ટોચના 16 સૌથી ધનિક લોકોની યાદીમાં સ્થાન આપ્યું છે. ભારતીય શેરબજારમાં માર્ચની શરૂઆતમાં આવેલા કરેક્શન બાદ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસના શેરમાં અનુક્રમે 25% અને 29%નો વધારો થયો છે.
આના કારણે આ પુનરાગમન શક્ય બન્યું છે. જો કે, તેમની વર્તમાન સંપત્તિ 8 જુલાઈ 2024ના રેકોર્ડ 120.8 અબજ ડોલરના ઉચ્ચ સ્તરથી લગભગ 20% ઓછી છે.
ભારતના બીજા સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીની સંપત્તિમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. તેમની સંપત્તિ 14.5 અબજના વધારા સાથે 77.5 અબજ ડોલર થઈ છે. આમ છતાં તેમની સંપત્તિ 3 જૂન 2024ના 120.8 અબજના ઉચ્ચ સ્તરથી 57% ઓછી છે.
આ સિવાય સન ફાર્માસ્યુટિકલના દિલીપ શંઘવી અને ભારતી એરટેલના સુનીલ મિત્તલની સંપત્તિમાં પણ મોટો વધારો થયો છે. સંઘવીની સંપત્તિ માર્ચના નીચલા સ્તરથી 4.9 અબજના વધારા સાથે 28.8 અબજ ડોલર થઈ છે, જ્યારે મિત્તલની સંપત્તિ 27.4 અબજ ડોલર સુધી પહોંચી છે. સંઘવી તેમના સપ્ટેમ્બર 2024ના રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 10% અને મિત્તલ 1% દૂર છે.
આ સિવાય અન્યોની વાત કરીએ તો રાધાકિશન દમાણી (એવન્યુ સુપરમાર્ટ્સ - ડીમાર્ટ) ની સંપત્તિ 4.8 અબજના વધારા સાથે 31.7 અબજ ડોલર થઈ છે. જો કે રેકોર્ડ ઉચ્ચ સ્તરથી 27% ઓછી છે.
ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલની સંપત્તિ 4.6 અબજના વધારા સાથે 36.4 અબજ ડોલર રેકોર્ડથી 16% ઓછી છે.
શિવ નાદર (HCL ટેક્નોલોજીસ) : સંપત્તિ 4.5 અબજના વધારા સાથે 22.8 અબજ ડોલર સાથે રેકોર્ડથી 18% ઓછી છે.
લક્ષ્મી મિત્તલ (આર્સેલોરમિત્તલ) ની સંપત્તિ 3.7 અબજના વધારા સાથે 22.8 અબજ ડોલરના નવા રેકોર્ડ ઉચ્ચ સ્તરે પહોંચી છે.
કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટકની સંપત્તિ 3.1 અબજના વધારા સાથે 16.6 અબજ ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી છે.
ઇન્ટરગ્લોબ એવિએશન (ઇન્ડિગોની પેરન્ટ કંપની)ના સહ-સ્થાપકો રાકેશ ગંગવાલ અને રાહુલ ભાટિયાની સંપત્તિ જાન્યુઆરી 2025ના નીચલા સ્તરથી પુનરાગમન કરીને 7.1 અબજની નજીક પહોંચી છે.
આયશર મોટર્સના સ્થાપક વિક્રમ લાલે પણ ખોવાયેલી જમીન પાછી મેળવી અને નવો રેકોર્ડ બનાવ્યો છે. દિવીસ લેબોરેટરીઝના સ્થાપક મુરલી દિવી તેમના ડિસેમ્બર 2024ના ઉચ્ચ સ્તરથી માત્ર 4% દૂર છે.
આ માહિતી બજારના આંકડા અને વિશ્લેષણ પર આધારિત છે. રોકાણના નિર્ણયો લેતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
