ઇન્કમટેક્સ વિભાગ 16,000 નવી ભરતી કરશે

આગામી સમયમાં ઇન્કમટેક્સ વિભાગ માનવબળ વધારવા માટેના પ્રયત્નો કરશે. આમ થવા પાછળનું કારણ નિષ્ણાતો સરકારની વધુમાં વધુ ટેક્સ મેળવવાના પ્રયત્નોને ગણાવે છે. વધુમાં વધુ ટેક્ષ વસૂલીમાં કરવા માટે સરકાર મોટા પાયે ટેક્ષ અધિકારીઓની ભરતી કરવા જઇ રહી છે. જેનાથી મેનપાવરની અછતથી ટેક્સની વસૂલાતમાં વિઘ્ન નડે નહીં. આ સાથે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઇ રહેલા ટેક્ષ કર્મચારીઓની પણ મોટો લાભ મળવાનો છે. આ વખતે ટેક્ષ, ઇનકમ ટેક્ષ અને સર્વિસ ટેક્ષ ડિપાર્ટમેન્ટ પર સરકારનો ભાર રહેશે.
ઇન્કમ ટેક્સ વિભાગ જૂનિયર લેવલ એટલે કે ટેક્ષ આસિસ્ટન્ટ, સીનિયર ટેક્ષ આસિસ્ટન્ટ અને ટેક્ષ ઇન્સ્પેક્ટરની 5000થી વધુ નવી ભરતીઓ કરશે. જેમાં વાર્ષિક 220 નવી ભરતીઓ એક્સાઇઝ અને કસ્ટમ ડિપાર્ટમેન્ટની પણ સામેલ થઇ શકે છે. જેનો પગાર મહિને રૂપિયા 25,000થી 30,000 હશે. બીજી ખાલી પડેલી લગભગ 11,0000 વરિષ્ઠ જગ્યાઓને ભરવા માટે પ્રમોશનનો સહારો લેવામાં આવશે. આ ખાલી જગ્યાઓને ભરવા માટે કેડર રિસ્ટ્રક્ચરિંગ મહિનાભરમાં શક્ય બની શકે છે.
આ અંગે નાણા મંત્રાલય અને પર્સનેલ મંત્રાલય વચ્ચે ચર્ચા વિચારણા ચાલી રહી છે. જલ્દી આ પ્રસ્તાવને અંતિમ રૂપ આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર એક મહિનામાં આ અંગે અંતિમ ફેંસલો લેવાશે. હકીકતમાં છેલ્લા દસ વર્ષમાં ટેક્ષ વસૂલી અને ટેક્સપેયર્સની સંખ્યા જેટલી વધી છે. તેની સરખામણીએ ટેક્ષ અધિકારીઓની સંખ્યામાં સામાન્ય વધારો થયો છે.
ઇનકમ ટેક્ષ ડિપાર્ટમેન્ટમાં 57,793 સ્ટાફની જરૂર છે, પરંતુ માત્ર 40,756 લોકો જ કામ કરી હ્યા છે. એટલે કે 17,000 લોકોની જરૂરત છે. જો ઇનડાયરેક્ટ ટેક્ષ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો તેમાં 18,738 જગ્યાઓ ખાલી છે. જોકે સરકાર આટલી બધી જગ્યાઓ એક સાથે ભરવાને બદલે જરૂરી ભરતી પહેલા શરૂ કરશે. જેથી સ્ટાફની અછત ટેક્ષ વસૂલીમાં વિઘ્ન ન બને.
આ ઉપરાંત આગામી 28 એપ્રિલના થનારી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાના પ્રોબેશનરી ઓફિસર્સ પરીક્ષા માટે 17 લાખથી વધુ અરજીઓ આવી છે. જ્યારે જગ્યાઓ માત્ર 1500 જ ભરવાની છે. સ્ટેટ બેંકનું માનવું છે કે હાલના દિવસોમાં આવેલી અરજીઓમાં આ સૌથી વધુ અરજીઓ છે. પ્રોબેશનરી ઓફિસરની પોસ્ટ માટે એસબીઆઇ મુંબઇમાં રૂપિયા 70,000 અને બીજા શહેરોમાં લગભગ રૂપિયા 50,000 માસિક વેતન આપે છે. આવતા એક વર્ષમાં પબ્લિક સેક્ટર બેંકોમાં લગભગ 60,000 નવી ભરતીઓ થવાની છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
