4 દિવસમાં શેર બજારે 6 લાખ કરોડ રૂપિયા કમાઈ આપ્યા, જાણો આવતા વિકમાં કેવુ રહેશે બજાર?
આ અઠવાડીયામાં શેરબજારમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. શુક્રવારે બજાર રેકોર્ડ ઊંચા સ્તરે બંધ થયું હતું. બજારની તેજીના ચાર દિવસમાં રોકાણકારોની સંપત્તિમાં 6.88 લાખ કરોડનો વધારો થયો છે.
શુક્રવારે સેન્સેક્સ 72,720.96ના સર્વકાલીન હાઈ સ્તરે પહોંચ્યો છે. આ સાથે BSE પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન 373.29 લાખ કરોડ રૂપિયાના રેકોર્ડ સ્તરે પહોંચ્યુ છે.

શુક્રવારે સળંગ ચોથા દિવસે IT શેર્સમાં મોટા ઉછાળાને કારણે BSE નો 30 શેરનો સેન્સેક્સ 847.27 પોઈન્ટ અથવા 1.18 ટકા વધીને 72,568.45ની નવી ટોચે બંધ રહ્યો.
ચાર દિવસમાં BSE બેન્ચમાર્ક 1,213.23 પોઈન્ટ અથવા 1.70 ટકા ઉછળ્યો. આ સમયગાળા દરમિયાન રોકાણકારોની સંપત્તિ 6,88,711.19 કરોડ વધીને વિક્રમી 3,73,29,676.27 કરોડ થઈ. બજારમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
જાણકારો અનુસાર, બજારમાં તેજી જળવાઈ રહી છે. બજારમાં રોકાણકારોની સારી ખરીદી જોવા મળી રહી છે. બજાર આવતા સપ્તાહે લાભ સાથે શરૂ થઈ શકે છે. બજારમાં પ્રારંભિક ઉછાળો જોવા મળી શકે છે.
નિષ્ણાતોના મતે નિફ્ટી ઇન્ડેક્સમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. તેણે દૈનિક ચાર્ટ પર મોટો બ્રેકઆઉટ આપ્યો છે અને 21,800ના સ્તરને પાર કરી ગયો છે. જેના કારણે આગામી સમયમાં નિફ્ટીમાં 22 હજાર અને 22 હજાર 200ના સંભવિત લક્ષ્યાંક જોવા મળી શકે છે.
નિષ્ણાતોના મતે IT શેર્સમાં બમ્પર ખરીદી જોવા મળી રહી છે. મ્યુચ્યુઅલ ફંડમાં સતત રોકાણથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો બજારનો ભાવિ માર્ગ નક્કી કરવામાં મોટી ભૂમિકા ભજવશે. આવનારા સમયમાં માર્કેટમાં વધારો ચાલુ રહી શકે છે. નિષ્ણાતોના મતે, રોકાણકારો સપોર્ટ લેવલ તરફના કોઈપણ ઘટાડામાં ખરીદીની તકો શોધી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
