GST કાઉન્સિલની 44મી બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, બ્લેક ફંગસની દવા પર છુટ, વેક્સિન પર લાગશે ટેક્સ
કોરોના વચ્ચે જીએસટી કાઉન્સિલ દ્વારા આજે મંત્રીઓના જૂથની ભલામણને સ્વીકારવામાં આવી હતી, જેમાં કોવિડ રાહત સામગ્રી પરનો ટેક્સ હટાવવાની માંગ કરવામાં આવી હતી. આ પછી હવે બ્લેક ફંગસની દવા દેશના દરેક રાજ્યમાં કરમુક્ત થઈ ગઈ છે. જો
કોરોના વચ્ચે જીએસટી કાઉન્સિલ દ્વારા આજે મંત્રીઓના જૂથની ભલામણને સ્વીકારવામાં આવી હતી, જેમાં કોવિડ રાહત સામગ્રી પરનો ટેક્સ હટાવવાની માંગ કરવામાં આવી હતી. આ પછી હવે બ્લેક ફંગસની દવા દેશના દરેક રાજ્યમાં કરમુક્ત થઈ ગઈ છે. જો કે કોરોના વેક્સિન પર 5 ટકાનો જીએસટી યથાવત છે, ઘણા તબીબી ઉપકરણો પરના ટેક્સમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે.

વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જીએસટી કાઉન્સિલની 44 મી બેઠક શનિવારે વર્ચુઅલ માધ્યમથી મળી હતી. બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારામણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે ઇલેક્ટ્રિક ભઠ્ઠીઓ અને તાપમાન ચકાસણી મશીનો પરનો જીએસટી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે. આ સિવાય એમ્બ્યુલન્સ પર હવે 12 ટકા જીએસટી લાગશે. સરકારના ભલામણ મુજબ આ દર સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. તેમણે વધુમાં માહિતી આપતા કહ્યું કે 4 કેટેગરીના ઉત્પાદનો માટે જીએસટી દર નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં દવાઓ, ઓક્સિજન, ઓક્સિજન ઉત્પાદક ઉપકરણો, પરીક્ષણ કીટ, મશીનો અને અન્ય COVID-19 સંબંધિત રાહત સામગ્રીનો સમાવેશ થાય છે. તેમના દરની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
વેક્સિન ઉપર જીએસટી હટાવવાની માંગ અંગે નાણામંત્રીએ કહ્યું કે તેના પર 5 ટકાનો દર રહેશે. અત્યારે કેન્દ્ર સરકાર 75% રસી ખરીદી રહી છે અને તેના પર જીએસટી પણ આપી રહી છે. સરકારી હોસ્પિટલોમાં લોકોને વિના મૂલ્યે આપવામાં આવતી 75% રસીનો લોકો પર કોઈ અસર નહીં પડે. આ સિવાય રેમડેસિવિર દવા, ઓક્સિમીટર, મેડિકલ ગ્રેડ ઓક્સિજન અને વેન્ટિલેટર પરનો જીએસટી દર 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવ્યો છે.
8 મંત્રીઓનુ હતુ ગ્રુપ
આપને જણાવી દઈએ કે 28 મેના રોજ જીએસટી કાઉન્સિલની બેઠક પણ મળી હતી. તે સમય દરમિયાન, તબીબી સંબંધિત ઉપકરણો પરનો ટેક્સ નક્કી કરવાનો નિર્ણય છોડી દેવામાં આવ્યો હતો. આ પછી મંત્રીઓનું જૂથ બનાવવામાં આવ્યું. તેની અધ્યક્ષતા મેઘાલયના નાયબ મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ કરી હતી. તેમણે 8 જૂને કાઉન્સિલને એક રિપોર્ટ આપ્યો હતો. જેમાં ઓક્સિજન, પલ્સ ઓક્સિમીટર, સેનિટાઇઝર, વેન્ટિલેટર વગેરે પર રાહત આપવાની માંગ કરવામાં આવી હતી. જેને શનિવારે જીએમટી કાઉન્સિલ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
