પોર્ટફોલિયોમાં કેટલા સ્ટોક્સ રાખવા સારા?
વ્યક્તિ પોતાના સ્ટોક પોર્ટફોલિયોમાં કેટલા સ્ટોક્સ રાખે તો સારું? આવા પ્રશ્ન અનેક લોકોને ઉદભવતા હશે. જો કે આવા પ્રશ્નોનો જવાબ પણ ટ્રિકી હોય છે. આ મુદ્દે વિવિધ એક્સપર્ટ્સના વિચારો અલગ અલગ જોવા મળે છે.
કેટલાક વિષ્લેષકો માને છે કે પોર્ટફોલિયોમાં વિવિધતા જાળવવી જરૂરી છે. આ વિવિધતામાં મહત્તમ 15 સ્ટોક્સ રાખવા જોઇએ. જ્યારે કેટલાક એક્સપર્ટ્સ 5થી 10 સ્ટોક્સ રાખવા આદર્શ છે તેમ માને છે. આમ કોઇ પણ વ્યક્તિ આ પ્રશ્નનો ચોક્કસ જવાબ આપી શકી નથી.

પોર્ટફોલિયોમાં વિવિધતા શા માટે ખાસ લાભદાયક નહીં?
આ બાબત સમજવા માટે એક ઉદાહરણ જોઇએ. આપની પાસે રૂપિયા 100 છે અને આપ 5 સ્ટોક્સ ખરીદો છો. આ સ્ટોક્સ વિવિધ સેક્ટર જેમ કે મેટલ્સ, આઇટી, સિમેન્ટ, ફાર્મા, બેંકિંગ અને કન્સ્ટ્રક્શનના છે.
હવે આઇટી અને ફાર્મા સ્ટોક્સ ડિફેન્સિવ છે. જ્યારે પણ અર્થતંત્રમાં તેજી આવશે ત્યારે આ સ્ટોક્સ આપને સિમેન્ટ, બેંકિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટર્સના શેર્સ જેટલું રિટર્ન આપશે નહીં. આ કારણે આપનું રિટર્ન મર્યાદિત રહે છે. હવે જો અર્થતંત્રમાં સુધારો આવે અને આપ તમામ 5 સ્ટોક્સ ઇકોનોમીને આધારે તેજી આવી હોય તેમાં મૂકો તો આપનું રિટર્ન વધી જાય છે.
આ કારણે પોર્ટફોલિયોમાં વિવિધતા આપનું રિટર્ન ઘટાડે છે. બીજી તરફ જ્યારે અર્થતંત્રમાં મંદી હોય, માર્કેટ તૂટી રહ્યું હોય ત્યારે આઇટી, ફાર્મા જેવા ડિફેન્સિવ સ્ટોક્સ આપના પોર્ટફોલિયોનું ધોવાણ અટકાવે છે. આ કારણે ડાયવર્સિફાઇડ પોર્ટફોલિયો આપને સારું વળતર નથી આપતો, પણ માર્કેટ જ્યારે મંદીમાં હોય કે તૂટે ત્યારે આપને મોટા નુકસાનથી બચાવે છે. અહીં ઉંચું વળતર ઉંચું જોખમનો મંત્ર કામ કરે છે.
પોર્ટફોલિયોમાં કેટલા શેર્સ હોવા જોઇએ?
જો આપે વર્ષ 1996માં આપના તમામ નાણા ઇન્ફોસિસમાં રોક્યા હોત તો અત્યારે આપ કરોડપતિ બની ગયા હોત. જો કે આમ કરવું શક્ય નથી. કારણ કે કયો સ્ટોક ભવિષ્યમા જોરદાર રિટર્ન આપશે તે નક્કી હોતું નથી.
તારણ :
આ કારણે પોર્ટફોલિયોમાં 5, 10 કે 15 સ્ટોક્સ રાખવાને બદલે આપની જોખમ લેવાની ક્ષમતાને આધારે રોકાણ કરવું જોઇએ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
