ઇન્કમ ટેક્સ રિફંડમાં વિલંબ થાય તો આ રીતે ફરિયાદ કરો
જો આપને ફરિયાદ હોય કે ઇન્કમ ટેક્સ રિફન્ડની રિસિપ્ટ મળી નથી, તો અમે આપની મુંઝવણ દૂર કરવામાં થોડી મદદ કરવા માંગીએ છીએ. અમે આપને એ જણાવીશું કે આવી સ્થિતિમાં આપ શું કરી શકો એમ છો અને ફરિયાદ કેવી રીતે કરી શકાય છે?
આપ આપના વિલંબિત અથવા સંભવત: ચૂકાઇ ગયેલા ઇન્કમ ટેક્સ રિફંડના વિલંબ સંદર્ભમાં માં લોકપાલને મળી શકો છો અને આપના રિફંડ અંગે દાવો કરી શકો છો.
ઇન્કમ ટેક્સ લોકપાલ આપના ઇન્કમ ટેક્સ રિફંડમાં વિલંબની ફરિયાદ લેવાની સાથે અન્ય મુદ્દાઓ પણ સંભાળે છે. જેમાં વ્યાજ સંબંધિત અરજીઓ, એપેલેટ ઓડર્સને અસરમાં લાવવા, અરજીઓનો નિકાલ, બૂક થયેલા એકાઉન્ટને મુક્ત કરવા, પાન કાર્ડની ફાળવણી અને પાન કાર્ડ સંબંધિત બાબતો જોવે છે.
આ સંબંધિત કોઇ પણ ફરિયાદ પર કામ કરવા માટે આપે એ બાબત ખાસ ધ્યાન રાખવી પડશે કે આપની પાસે પુરતા પુરાવાઓ હોવા જરૂરી છે. આ માટે આપે આપના ઇન્કમ ટેક્સ ઓફિસરને લેખિતમાં ફરિયાદ કરવી પડશે.
ઇન્કમ ટેક્સ લેખપાલને ક્યારે, કેવા સંજોગોમાં કેવી રીતે ફરિયાદ કરી શકાય તે જાણવા આગળ ક્લિક કરો...

લેખપાલને ફરિયાદ ક્યારે કરી શકાય?
લેખિત બાદ આપને લાગતું હોય કે આપની ફરિયાદનો સંતોષકારક ઉકેલ લાવવામાં આવ્યો નથી, અથવા ઇન્કમ ટેક્સ ઓફિસરે આપની ફરિયાદ ફગાવી દીધી છે, અથવા આપની લેખિત ફરિયાદ કર્યાના 30 દિવસમાં આપને કોઇ પ્રકારનો જવાબ મળ્યો નથી, ત્યારે જ ઇન્કમ ટેક્સ લોકપાલનો સંપર્ક કરી શકાશે.

લેખપાલને ફરિયાદ કેટલા સમયમાં કરવી?
અહીં એક બાબતનું ધ્યાન રાખવું જરૂરી છે કે લેખિત ફરિયાદ કર્યાના એક વર્ષમાં લોકપાલને ફરિયાદ કરવી જરૂરી છે. આથી 30 દિવસમાં ઇન્કમ ટેક્સ અધિકારી તરફથી કોઇ પ્રત્યુત્તર મળે નહીં તો તરત લેખપાલનો સંપર્ક કરવો જોઇએ.

લેખપાલને ફરિયાદ કેવી રીતે કરવી?
આ માટે આપ ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકો છો. આપ ઓનલાઇન ફરિયાદ કરો તે પછી તેની પ્રિન્ટ લઇ, સાઇન કરીને લેખપાલને મોકલવી ફરજિયાત છે. આપ કયા લેખપાલના જ્યુરિડિક્શનમાં આવો છો તે બાબત ચકાસ્યા બાદ જે તે લેખપાલને અરજી કરવી.

ફરિયાદમાં શું ઉલ્લેખ હોવો જરૂરી છે?
- ફરિયાદીનું નામ, સરનામુ અને પાન નંબર
- જેની સામે ફરિયાદ હોય તે અધિકારીનું નામ અને હોદ્દો
- ફરિયાદના મુદ્દા અને તેને પુરક દસ્તાવેજોની નકલ
- લોકપાલ પાસે અપેક્ષા

કયા જ્યુરિડિક્શનના લોકપાલને ફરિયાદ કરવી?
મુંબઇ (મુંબઇ જ્યુરિડિક્શન)
દિલ્હી (નેશનલ કેપિટલ ટેરેટરી)
બેંગલોર (કર્ણાટક, ગોવા)
કાનપુર (ઉત્તરપ્રદેશ, ઉત્તરાંચલ)

કયા જ્યુરિડિક્શનના લોકપાલને ફરિયાદ કરવી?
ચેન્નાઇ (તમિલનાડુ, પોંડિચેરી)
પુના (મહારાષ્ટ્ર - મુંબઇ સિવાય)
કોલકત્તા (પશ્ચિમ બંગાળ, બિહાર, ઓરિસ્સા, ઉત્તર-પૂર્વના રાજ્યો, ઝારખંડ, આંદામાન નિકોબાર આઇલેન્ડ)
અમદાવાદ (ગુજરાત, રાજસ્થાન, દમણ-દીવ, દાદરા અને નગર હવેલી)

કયા જ્યુરિડિક્શનના લોકપાલને ફરિયાદ કરવી?
હૈદરાબાદ (આંધ્રપ્રદેશ)
ચંદીગઢ (હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, જમ્મુ અને કાશ્મીર)
ભોપાલ (મધ્યપ્રદેશ, છત્તીસગઢ)
કોચીન (કેરળ, લક્ષ:દ્વીપ)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
