Hindenburg New Report: હવે કોણ છે હિંડનબર્ગના નિશાના પર? ટૂંક સમયમાં આવી રહ્યો છે નવો રિપોર્ટ
હિંડનબર્ગ હવે એક નવો તહેલકો મચાવવા જઈ રહ્યો છે. હિન્ડનબર્ગ રિસર્ચ ટૂંક સમયમાં અન્ય લક્ષ્ય પર એક નવો અહેવાલ પ્રકાશિત કરશે.

Hindenburg Research New Report: અમેરિકી રિસર્ચ ફ્રમ હિંડનબર્ગના 24 જાન્યુઆરીના રોજ આવેલા એક રિસર્ચ રિપોર્ટે દુનિયાના સૌથી બીજા સૌથી અમીર અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીના વિશાળ સામ્રાજ્યને હચમચાવી દીધુ હતુ. આ રિપોર્ટ બાદ ગૌતમ અદાણીને 3000 કરોડ રુપિયાનુ નુકશાન થયુ. હજુ આ મામલો શાંત નથી થયો ત્યાં હિંડનબર્ગ હવે એક નવો તહેલકો મચાવવા જઈ રહ્યો છે.
નવા ટાર્ગેટ પર જાહેર થશે રિપોર્ટ
હિન્ડનબર્ગ રિસર્ચ ટૂંક સમયમાં અન્ય લક્ષ્ય પર એક નવો અહેવાલ પ્રકાશિત કરશે. નાથન એન્ડરસનની આ પેઢીએ થોડા કલાકો પહેલા એક ટ્વીટમાં તેની માહિતી શેર કરી છે. જો કે, તેના ટ્વીટમાં, કંપનીએ ન તો કોઈનુ નામ આપ્યુ અને ન તો વિગતો શેર કરી. બસ ટ્વીટમાં 'નવો રિપોર્ટ ટૂંક સમયમાં - અન્ય મોટો રિપોર્ટ' લખવામાં આવ્યુ છે.
આ ટ્વિટથી થયો હોબાળો
ન્યૂયોર્ક રિસર્ચ ફર્મના લેટેસ્ટ ટ્વીટથી ફરી એકવાર માર્કેટમાં હલચલ મચી ગઈ છે. જો કે, તેના ટ્વીટમાં, પેઢીએ આગામી અહેવાલના પ્રકાશનનો સમય અથવા અહેવાલ કોના સાથે સંબંધિત છે તે વિશે કોઈ માહિતી આપી નથી. પરંતુ આ ટ્વિટ બાદ દુનિયાના મોટા ઉદ્યોગપતિઓ ટેન્શનમાં આવી ગયા છે!
New report soon—another big one.
— Hindenburg Research (@HindenburgRes) March 22, 2023
અદાણી પાસેથી છીનવી લીધો હતો દુનિયાના સૌથી અમીર હોવાનો ખિતાબ
તમને જણાવી દઈએ કે હિન્ડનબર્ગ એક નાણાકીય સંશોધન પેઢી છે જે ઇક્વિટી, ક્રેડિટ અને ડેરિવેટિવ્ઝ બજારોના ડેટાનુ વિશ્લેષણ કરે છે. નાથન એન્ડરસને આ ફર્મની સ્થાપના વર્ષ 2017માં કરી હતી. આ પેઢીએ આ વર્ષે વધુ લોકપ્રિયતા મેળવી હતી જ્યારે તેણે 24 જાન્યુઆરીના રોજ અબજોપતિ ગૌતમ અદાણીના જૂથ અંગેનો અહેવાલ રજૂ કર્યો હતો, જેના પછી લગભગ પાંચ અઠવાડિયામાં અદાણી જૂથમાં ઝડપી ઘટાડો થયો હતો. રિપોર્ટમાં અદાણી ગ્રૂપના શેરોમાં હેરાફેરી અને એકાઉન્ટિંગ ફ્રૉડના આરોપમાં ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
