HDFC બેંકે એફડી પર વધાર્યા વ્યાજદરો, ગ્રાહકોને થશે ફાયદો
આરબીઆઈ તરફથી રેપો રેટમાં વધારો કરાયા બાદ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે પોતાના ગ્રાહકોને ખાસ ભેટ આપી છે. HDFC બેંકે ફિક્સ ડિપોઝીટ (એફડી) પર વ્યાજદરો વધારી દીધા છે.
આરબીઆઈ તરફથી રેપો રેટમાં વધારો કરાયા બાદ ખાનગી ક્ષેત્રની સૌથી મોટી બેંક HDFC બેંકે પોતાના ગ્રાહકોને ખાસ ભેટ આપી છે. HDFC બેંકે ફિક્સ ડિપોઝીટ (એફડી) પર વ્યાજદરો વધારી દીધા છે. એફડી પર વ્યાજદરોમાં આ વધારો 0.6 ટકા એટલે કે 60 બેસિસ પોઈન્ટ સુધી થયો છે. 6 ઓગસ્ટથી વ્યાજદરોના સંશોધિત દરો પ્રભાવિત થઈ ગયા છે. HDFC ના નિર્ણય બાદ માનવામાં આવી રહ્યુ છે કે બીજી બેંકો પણ આવો નિર્ણય લઈ શકે છે.

HDFC એ એફડી પર વ્યાજદરો 0.6 ટકા વધાર્યા
ફિક્સ ડિપોઝીટ (એફડી) વ્યાજદરોમાં વધારાથી લોનના વ્યાજદરો પર પણ દબાવ પડવાની સંભાવના છે. બેંકે છ મહિનાથી લઈને પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટ પર વ્યાજદરોમાં વધારો કર્યો છે. છ મહિનાથી નવ મહિનાની એફડી પર વ્યાજ દર 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકા વધીને 6.75 ટકા કરી દેવામાં આવ્યુ છે. નવ મહિના ત્રણ દિવસથી લઈને એક વર્ષથી ઓછાની એફડી પર વ્યાજદરો 0.6 ટકા વધારવામાં આવ્યા છે.

6 ઓગસ્ટથી સંશોધિત દરો થયા લાગુ
એચડીએફસી બેંકે એક વર્ષની એફડી પર વ્યાજદરોમાં 40 બેસિસ પોઈન્ટ એટલે કે 0.4 ટકા વધારીને 7.25 ટકા કરી દેવામાં આવ્યુ છે. જો કે બે વર્ષ એક દિવસથી લઈને પાંચ વર્ષની ફિક્સ ડિપોઝીટ પર વ્યાજદર 10 બેસિસ પોઈન્ટ એટલે કે 0.10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.

અન્ય બેંક પણ ઉઠાવી શકે છે આ પગલુ
તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે જ ભારતીય રિઝર્વ બેંકે મૌદ્રિક નીતિની સમીક્ષા દરમિયાન રેપો રેટને 0.25 ટકા કરીને 6.50 ટકા કરી દીધુ હતુ. આ નિર્ણય બાદ એચડીએફસી બેંકે એફડી પર વ્યાજ દરો વધારવાનું એલાન કર્યુ છે. આ પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એફડી પર વ્યાજદરો વધાર્યા હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
