સગર્ભા મહિલાઓ માટે ગુજરાત સરકારની પહેલ, જાણો શું છે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના?
Mukhyamantri Matrushakti Yojana: માતા અને બાળકના સ્વાસ્થ્યની કાળજીને સમજીને રાજ્ય સરકારે ગુજરાતમાં મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અમલી બનાવી છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ પહેલ છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના સગર્ભા સ્ત્રીઓ અને 2 વર્ષનું બાળક ધરાવતી માતાઓને પોષણયુક્ત આહાર પ્રદાન કરીને માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવાના હેતુથી અમલી બનાવવામાં આવી છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના અંતર્ગત વર્ષ દરમિયાન પાંચ લાખથી વધુ લાભાર્થીઓને પોષણ પૂરું પાડવામાં આવ્યું છે. જે માટે રાજ્ય સરકારે રૂપિયા 354.15 કરોડની નાણાકિય જોગવાઇ કરવામાં આવી છે.
માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો કરવા માટે જીવનના પ્રથમ 1000 દિવસો પર ધ્યાયન કેન્દ્રિ ત કરવું આવશ્યઅક છે.
જે ગર્ભધારણથી બાળકના બીજા જન્મુદિવસ વચ્ચેનો એક અનન્ય સમયગાળો છે જે દરમિયાન શ્રેષ્ઠ સ્વાસ્થ્ય, વૃદ્ધિ અને સમગ્ર જીવનકાળમાં માનસિક વિકાસ સ્થાપિત થાય છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના વર્ષ 2022થી અમલી બનાવવામાં આવી છે. જેમાં પ્રથમ 1000 દિવસને તકની પ્રથમ બારી ગણવામાં આવે છે.
આ તબક્કા દરમિયાન માતાઓને તેમના વિકાસતા ગર્ભને અને ત્યાર બાદ સ્તનપાન કરાવવા માટે પ્રોટીન, ચરબી અને વિટામિન્સ જેવા વધુ પોષક તત્વોની જરૂર હોય છે.
મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ પ્રથમ વખતની સગર્ભા અને 2 વર્ષ સુધીના બાળકની આંગણવાડીમાં નોંધણી કરવામાં આવેલા માતાને લાભ મળે છે.
જેમાં લાભાર્થીને 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લીટર સિંગતેલ દરમાસે આપવામાં આવે છે. આ પોષક તત્વોથી ભરપૂર ખોરાક માતા અને બાળકના સ્વાસ્થ્યમાં સુધારો લાવવા માટે મહત્વપૂર્ણ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ, સમગ્ર દેશમાં શરૂ કરવામાં આવેલી રાષ્ટ્રીય પોષણ અભિયાનનો નિશ્ચિત ધ્યેય હાંસલ કરવાની દિશામાં ગુજરાત સરકાર જન્મથી 6 વર્ષના બાળકો, કિશોરીઓ, સગર્ભા અને ધાત્રીમાતાઓ માટે પૌષ્ટીક આહાર પુરો પાડવા માટે સહી પોષણ દેશ રોશનનાં આહ્વાહનને ચરીતાર્થ કરવા વર્ષ 2024-2025માં 44 લાખથી વધુ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે 11 એપ્રિલે રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો હેતુ મહિલાઓની માતૃત્વ સુરક્ષાને પ્રોત્સાહન આપવાનો છે.
વર્ષ 2003માં ભારત સરકારે 11મી એપ્રિલના રોજ રાષ્ટ્રીય સલામત માતૃત્વ દિવસ ઉજવવાની જાહેરાત કરી હતી.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
