1 લાખ કરોડનું રોકાણ, 70 હજાર નોકરી, સરકારે કર્યા 23 MoU
ગુજરાત સરકાર દ્વારા પ્રેસ રિલિઝમાં જણાવ્યું છે કે, રાજ્ય સરકારે રૂપિયા 1 લાખ કરોડના પ્રસ્તાવિત સંભવિત રોકાણ માટે 23 સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જે સાકાર થશે, ત્યારે 70,000 રોજગારીની તકો ઊભી થશે.
વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2024 પહેલા દર અઠવાડિયે એમઓયુ પર હસ્તાક્ષર કરવાની ચાલુ શ્રેણીમાં, અત્યાર સુધીમાં 13 ઇવેન્ટમાં રૂપિયા 35000 કરોડના રોકાણ માટે 77 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. એમઓયુ પર હસ્તાક્ષર કરવાની શ્રેણીનો 14મો દિવસ હતો, જેમાં 1 લાખ કરોડના સંભવિત રોકાણ માટે 23 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રૂપિયા 1.35 લાખ કરોડના સૂચિત રોકાણ માટે અત્યાર સુધીમાં 100 એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

હસ્તાક્ષર કરવામાં આવેલા એમઓયુમાં પોર્ટ, પાવર, મિનરલ્સ, એન્જિનિયરિંગ, ઓટો, ઈન્ડસ્ટ્રીયલ પાર્ક, ટેક્સટાઈલ, એપેરલ, કેમિકલ્સ, પેટ્રોકેમિકલ્સ, એજ્યુકેશન, એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ વગેરે ક્ષેત્રોમાં રોકાણ માટેના એમઓયુનો સમાવેશ થાય છે.
ગુજરાત સરકારના જણાવ્યા અનુસાર, આજે જે ઔદ્યોગિક એકમો માટે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા તે 2025-2030 સમયગાળા દરમિયાન અમરેલી, વલસાડ, હજીરા, દ્વારકા, જામનગર, કચ્છ, સલાયા, મોરબી, જામનગર, ધોળકા, રાજકોટ, સુરેન્દ્રનગર, વડોદરા, મહેસાણા વગેરે જિલ્લાઓ ખાતે કામગીરી શરૂ કરશે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે









Click it and Unblock the Notifications
