Gujarat budget 2024: મહેસૂલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઇ
Gujarat budget 2024: આજે ગુજરાતના નાણા મંત્રી કનુભાઇ દેસાઇએ ગુજરાત વિધાનસભામાં રાજ્યનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં મહેસૂલ વિભાગ માટે કુલ 5195 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
નાગરિકોને અપાતી સેવાઓમાં સરળીકરણ અને પારદર્શિતા લાવવા જન સેવા કેન્દ્રોઇ/ ઈ-ધરા કેન્દ્રો/ દસ્તાવેજ નોંધણી કચેરીઓ શરૂ કરેલ છે. દર વર્ષે અંદાજે 90 લાખ લોકો આ કેન્દ્રોજની મુલાકાત લઇ સંતોષકારક રીતે સેવાઓ મેળવે છે.

નાગરિકોને મળતી સુવિધાઓમાં વધારો કરવા અને ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સેવાઓને વધારે સરળ બનાવવા આ કેન્દ્રોમનું અપગ્રેડેશન કરવામાં આવશે. મહેસૂલી કચેરીઓ અને સ્ટેમ્પ નોંધણી કચેરીઓના આધુનિકીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે.
કપરાડા, બાવળા અને અંજાર ખાતે નવી મામલતદાર કચેરીઓના નિર્માણ સહિત અન્ય કલેક્ટર/પ્રાંત કચેરીઓ/ક્વાટર્સના બાંધકામ માટે 183 કરોડની જોગવાઇ.
સબ રજિસ્ટ્રાર કચેરીઓનું સંપૂર્ણ નવિનીકરણ કરવામાં આવશે જેમાં બાંધકામ, ઓનલાઇન આઇટી વ્યવસ્થા, CCTV કેમેરા તેમજ નાગરિકો માટેની યોગ્ય સગવડો ઉભી કરવા માટે 39 કરોડની જોગવાઇ.
મહેસૂલી કામગીરીનો વ્યાપ વધતા, નાગરિકોને ગુણવત્તાયુક્ત અને ઝડપી સેવાઓ પૂરી પાડવા મહેસૂલ વિભાગ હેઠળ વિવિધ સંવર્ગોની અંદાજે 400 નવી જગ્યાઓ ઉભી કરવા 18 કરોડની જોગવાઇ.
સરકારી જમીન પરના દબાણો અટકાવવાના હેતુથી ફેન્સિંગ/સાઇન બોર્ડની કામગીરી માટે 13 કરોડની જોગવાઇ.












Click it and Unblock the Notifications
