એક જ વાર સ્પેક્ટ્રમ ફી લેવાની તરફેણમાં સરકાર

નાણા પ્રધાન પી ચિદમ્બરમની અધ્યક્ષતામાં 3 ઑક્ટોબરે મળેલી મંત્રીમંડળની બેઠકમાં ટેલિકોમ વિભાગે રજૂઆત કરી હતી કે વર્તમાનમાં જે કંપનીઓ છે તેઓ 6.2 મેગાહર્ટ્ઝથી વધારે સ્પેક્ટ્રમનો ઉપયોગ કરી રહી છે તેમની ઉપર એક જ વાર સ્પેક્ટ્રમ ફી વસૂલ કરવામાં આવવી જોઇએ. આમ કરવામાં આવશે તો સરકારને ઓછામાં ઓછા રૂપિયા 22,640 કરોડ મળી શકે છે.
ટેલિકોમ વિભાગે મંત્રીમંડળ સમક્ષ ત્રણ વિકલ્પ રજૂ કર્યા છે. જેમાં કહેવાયું છે કે મંત્રીમંડળ કોઇ પણ વિકલ્પ અપનાવે પણ સ્પેક્ટ્રમ માટે એક જ વારમાં સંપૂર્ણ ફી વસૂલ કરવામાં આવે. ટેલિકોમ વિભાગના જણાવ્યા અનુસાર જો તે વર્તમાન કંપનીઓ પાસેથી એક જ વારમાં સંપૂર્ણ ફી વસૂલ કરવાનો નિર્ણય લેશે તો સરકારને 72792 કરોડ રૂપિયા મળશે.
જો 4.4 મેગાહર્ટ્ઝથી વધારે સ્પેક્ટ્રમ માટે ફી વસૂલ કરવામાં આવે તો તેનાથી 27517 કોરોડ રૂપિયા પ્રાપ્ત કરશે. જો ત્રીજા વિકલ્પ એટલે કે 6.2 મેગાહર્ટ્ઝથી વધારે મોટા સ્પેક્ટ્રમ માટે ફી વસૂલ કરવામાં આવશે તો સરકારને 22640 કરોડ રૂપિયા પ્રાપ્ત થશે.
ટેલિકોમ વિભાગે તમામ કંપનીઓને સમાન અવસર આપવા માટે વર્તમાન કંપનીઓ પાસેથી ફી વસૂલ કરવાની દરખાસ્ત રજૂ કરી છે. વર્તમાન ટેલિકોમ કંપનીઓને દેશભરમાં સેવા આપવા માટે રૂપિયા 1658 કરોડમાં સ્પેક્ટ્રમ આપવામાં આવ્યું હતું. હવે નવી કંપનીઓને દેશભરમાં સેવા આપવા માટે સ્પેક્ટ્રમ રૂપિયા 14000 કરોડમાં આપવામાં આવશે. આ મુદ્દે 8 ઑક્ટોબર, 2012ના રોજ મળનારી મંત્રીમંડળની બેઠકમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
