Gold Rate Today: આજે સોનું સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત
Gold Rate Today 19 February 2026: વૈશ્વિક બજારમાં ડોલરની મજબૂતી અને જીઓપોલિટિકલ તણાવમાં નરમાશના સંકેતોએ સોના-ચાંદીની તેજી પર બ્રેક લગાવી દીધી છે. 19 ફેબ્રુઆરી 2026ના રોજ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ દીઠ સામાન્ય ₹10 નો ઘટાડો થયો છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોના ઘટાડાને જોતા ચિત્ર ઘણું મોટું દેખાય છે.

રાજધાની દિલ્હીમાં 18 ફેબ્રુઆરી પહેલા 24 કેરેટ સોનું ₹3,550 અને 22 કેરેટ ₹3,250 તૂટ્યું હતું. છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં સોનું અંદાજે ₹6,000 સસ્તું થયું છે અને 29 જાન્યુઆરીના તેના રેકોર્ડ ₹1.76 લાખ પ્રતિ 10 ગ્રામના શિખરથી અત્યાર સુધીમાં લગભગ ₹24,000 નીચે આવી ગયું છે.
વર્ષ 2025માં સોનાએ જબરદસ્ત વળતર આપ્યું હતું. 31 ડિસેમ્બર 2024ના રોજ 24 કેરેટ ગોલ્ડ ₹76,000 પ્રતિ 10 ગ્રામ હતું, જે 31 ડિસેમ્બર 2025 સુધીમાં વધીને ₹1.33 લાખ થઈ ગયું. એટલે કે વર્ષ દરમિયાન અંદાજે ₹57,000 અથવા 75 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. હવે વર્તમાન ઘટાડાને ઘણા રોકાણકારો પ્રોફિટ બુકિંગ અને ગ્લોબલ સંકેતો સાથે જોડીને જોઈ રહ્યા છે.
Gold Rate Today In India: 19 ફેબ્રુઆરી 2026: દેશના 10 મોટા શહેરોમાં સોનાના તાજા ભાવ
🔹દિલ્હી: 24 કેરેટ - ₹1,54,340 | 22 કેરેટ - ₹1,41,490 | 18 કેરેટ - ₹1,15,790
🔹મુંબઈ: 24 કેરેટ - ₹1,54,190 | 22 કેરેટ - ₹1,41,340 | 18 કેરેટ - ₹1,15,640
🔹કોલકાતા: 24 કેરેટ - ₹1,54,190 | 22 કેરેટ - ₹1,41,340 | 18 કેરેટ - ₹1,15,640
🔹ચેન્નાઈ: 24 કેરેટ - ₹1,55,230 | 22 કેરેટ - ₹1,42,290 | 18 કેરેટ - ₹1,21,790
🔹બેંગલુરુ: 24 કેરેટ - ₹1,54,190 | 22 કેરેટ - ₹1,41,340 | 18 કેરેટ - ₹1,15,640
🔹હૈદરાબાદ: 24 કેરેટ - ₹1,54,190 | 22 કેરેટ - ₹1,41,340 | 18 કેરેટ - ₹1,15,640
🔹લખનૌ: 24 કેરેટ - ₹1,54,340 | 22 કેરેટ - ₹1,41,490 | 18 કેરેટ - ₹1,15,790
🔹પટના: 24 કેરેટ - ₹1,54,240 | 22 કેરેટ - ₹1,41,390 | 18 કેરેટ - ₹1,15,690
🔹જયપુર: 24 કેરેટ - ₹1,54,340 | 22 કેરેટ - ₹1,41,490 | 18 કેરેટ - ₹1,15,790
🔹અમદાવાદ: 24 કેરેટ - ₹1,54,240 | 22 કેરેટ - ₹1,41,390 | 18 કેરેટ - ₹1,15,690
Silver Rate In India 19 February 2026: ચાંદીના ભાવમાં પણ ઘટાડો
ચાંદીના ભાવમાં પણ ઘટાડાનો સિલસિલો યથાવત છે. છેલ્લા ચાર દિવસમાં ચાંદી પ્રતિ કિલોગ્રામ દીઠ અંદાજે ₹20,100 સસ્તી થઈ છે. 19 ફેબ્રુઆરીએ દિલ્હીમાં ચાંદી ₹2,54,900 પ્રતિ કિલો વેચાઈ રહી છે, જેમાં આજે ₹100નો વધુ ઘટાડો થયો છે. મુંબઈ અને કોલકાતામાં પણ આ જ ભાવ છે, જ્યારે ચેન્નાઈમાં ચાંદી ₹2,59,900 પ્રતિ કિલો પર પહોંચી છે.
શું સોનું એક લાખની નીચે જશે? નિષ્ણાતોનું શું કહેવું છે?
નિષ્ણાંત સિદ્ધાર્થ મૌર્યએ જણાવ્યું હતું કે, "વર્તમાન વધઘટ સામાન્ય છે, પરંતુ નજીકના ભવિષ્યમાં સોનું ₹1 લાખ પ્રતિ 10 ગ્રામથી નીચે જવું મુશ્કેલ જણાય છે. નીચા વ્યાજ દર, સેન્ટ્રલ બેંકોની ખરીદી અને વૈશ્વિક અનિશ્ચિતતા કિંમતોને ટેકો આપી શકે છે. ચાંદીમાં ઔદ્યોગિક માંગને કારણે વધુ ઉતાર-ચઢાવ શક્ય છે."
ભારતમાં સોના-ચાંદીના ભાવ કેવી રીતે નક્કી થાય છે?
ભારતમાં સોના અને ચાંદીના રેટ આંતરરાષ્ટ્રીય બજાર, ડોલર સામે રૂપિયાની ચાલ, આયાત શુલ્ક (Import Duty), GST અને સ્થાનિક માંગ પર નિર્ભર કરે છે. લંડન અને ન્યૂયોર્ક જેવા વૈશ્વિક કોમોડિટી બજારોની કિંમતો તેમજ ઘરેલું વાયદા બજાર (MCX) ના સંકેતો જ્વેલર્સના દૈનિક રેટ નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.
(નોંધ: સોના-ચાંદી ખરીદતા પહેલા કે રોકાણ કરતા પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો. આ સમાચાર માત્ર માહિતી આપવાના હેતુથી લખવામાં આવ્યા છે.)
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
