Gold Rate Today: શ્રાવણના પહેલા સોમવારે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો અહીં ગોલ્ડની લેટેસ્ટ કિંમત
Gold Rate Today: આજે બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ સ્થિર નોંધાયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?

Gold Price Today: શ્રાવણ મહિનાનો આજે પહેલો સોમવાર છે. ત્યારે શરૂઆત સાથે જ બુલિયન બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. 28 જુલાઈએ બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ સ્થિર નોંધાયા હતા. જ્યારે ચાંદીના ભાવ પણ સ્થિર છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ કે તમારા શહેરમાં સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો?
સોનાનો શું છે ભાવ ?
Gold Price: દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,00,070 રૂપિયા છે. જ્યારે 22 કેરેટનો ભાવ 91,740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. આમ તો ગઈકાલની સરખામણીએ 22 અને 24 કેરેટ સોનાના ભાવમાં 10 રુપિયાનો ઘટાડો નોંધાયો છે.
હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 91,590 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,920 રૂપિયા છે.
આ સાથે સુરત, અમદાવાદ, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 91,640 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 99,970 રૂપિયા છે.
ચાંદીની કિંમત
Silver Price: આ સિવાય આજે સોમવારના રોજ ચાંદીની વાત કરીએ તો, છેલ્લા અઠવાડિયા દરમિયાન વધઘટ જોવા મળ્યા પછી, આજે 28 જુલાઈના રોજ ચાંદી 1,15,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ગઈકાલની સરખામણીમાં ચાંદી 100 રુપિયા સસ્તી થઈ છે.
ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.












Click it and Unblock the Notifications
