ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ પુન:આરંભ થઇ શકે
દેશમાં થોડા વર્ષો પહેલા શરૂ કરવામાં આવેલી પરંતુ કેટલીક મર્યાદાઓને કારણે લોકપ્રિય નહીં બનેલી અને બંધ કરવામાં આવેલી ગોલ્ડ ડિપોઝિટ સ્કીમનો પુન:આરંભ કરવામાં આવી શકે છે. ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ ફરી શરૂ કરવામાં આવશે તો તેના નિયમો હળવા કરવામાં આવશે.
આ માટે ગોલ્ડ અને સિલ્વરનું રિફાઇનિંગ કરનારી કંપની કંપની એમએમટીસી પેમ્પે સરકારને ગોલ્ડ ડિપોઝિટ સ્કીમ હેઠળ એકાઉન્ટ ખોલવા માટે ગોલ્ડ જમા કરાવવાની લઘુત્તમ મર્યાદા ઘટાડવા માટે અરજી કરી છે.
કંપનીનું કહેવું છે કે આ સ્કીમમાં લોકો પાસે ઉપલબ્ધ સોનાના સ્ટોકને સરક્યુલેશનમાં લાવવામાં મદદ મળશે. આ સાથે દેશમાં ઇમ્પોર્ટેડ સોના પર નિર્ભરતા ઘટવાને પગલે કરન્ટ એકાઉન્ટ ડેફિસિટ (સીએડી) પણ ઘટાડી શકાશે.

આ સ્કીમ પ્રથમવાર વર્ષ 1990માં લોન્ચ કરવામાં આવી હતી. આ સ્કીમનો લાભ લેવા માટે ઓછામાં ઓછું 500 ગ્રામ સોનુ ડિપોઝિટ કરવું પડતું હતું. આ કારણે મોટા ભાગના પરિવારો તેનો ફાયદો ઉઠાવી શક્યા ન હતા.
એમએમટીસી પેમ્પ સરકારી કંપની એમએમટીસી લિમિટેડ અને સ્વીત્ઝરલેન્ડની કંપની પીએએમપી એસએનું જોઇન્ટ વેન્ચર છે. કંપનીનું કહેવું છે કે જો ડિપોઝિટની લઘુત્તમ મર્યાદા ઘટાડીને 40 ગ્રામ કરવામાં આવશે તો સ્કીમ સામાન્ય જનતા માટે વધારે આકર્ષક બની જશે.
એમએમટીસી પેમ્પના એમડી રાજેશ ખોસલાનું કહેવું છે કે સરકાર સીએડી ઘટાડવાનો ટાર્ગેટ રાખી રહી છે. અમારું માનવું છે કે જો સ્કીમ દેશમાં બેંક લોકર્સમાં રાખવામાં આવેલા 25000 ટન સોનાના એક ટકા પણ બહાર લાવવામાં સફળ થશે તો સોનાની માંગ અને પુરવઠા વચ્ચેનું અંતર ઘટશે. અને તેના કારણે સીએડી પણ ઘટશે.
આ અંગે આરબીઆઇનું કહેવું છે કે અમને દરખાસ્ત યોગ્ય લાગી છે. આ કારણે હવે અમે ફાઇનાન્સ મિનિસ્ટ્રી તરફથી જાહેરનામુ પ્રસિદ્ધિ થવાની રાહ જોઇ રહ્યા છે.
ખોસલાએ જણાવ્યું કે લોકો બેંક લોકરમાં કે ઘરમાં રાખવામાં આવેલી સોનાની તૂટલી બંગડી કે નંગ નીકળી ગયેલી જ્વેલરીને પણ જમા કરી શકશે. આ માટે બે બેંકોએ પહેલાજ આ સ્કીમમાં રસ દર્શાવ્યો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
