સોનાની માગ વધીને 10 વર્ષની ટોચે, ભાવ થયો વધારો
તહેવારો અને લગ્નોની પીક સિઝનને ધ્યાનમાં રાખીને આ વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ 10 વર્ષની ટોચે પહોંચી શકે છે.
તહેવારો અને લગ્નોની પીક સિઝનને ધ્યાનમાં રાખીને આ વર્ષે ડિસેમ્બર ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ 10 વર્ષની ટોચે પહોંચી શકે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ (WGC)ના પ્રાદેશિક સીઈઓ (ભારત) સોમસુંદરમ PR કહે છે કે, તહેવારો અને લગ્નની સિઝનમાં જ્વેલરીની માગને પહોંચી વળવા વેપારીઓએ વધુ સોનાની આયાત કરી છે.

આવી સ્થિતિમાં માગના સંદર્ભમાં વર્તમાન ત્રિમાસિક 10 વર્ષમાં શ્રેષ્ઠ રહેવાની અપેક્ષા છે. WGC એ એક અહેવાલમાં જણાવ્યું હતું કે, ઊંચી આયાત શુલ્ક હોવા છતાં, ભારતે 2016-2020 વચ્ચે સોનાની કુલ માગના 86 ટકા આયાત કરી હતી.
2012માં પ્રથમ વખત આયાત ડ્યુટી વધારવામાં આવી હતી. જે બાદ કુલ 6,581 ટન સોનાની આયાત કરવામાં આવી હતી, જે દર વર્ષે સરેરાશ 730 ટન છે.
ઓછી ડ્યુટી અશુદ્ધ સોનાનો હિસ્સો વધારે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ઓછી ડ્યૂટીને કારણે પીળી ધાતુની આયાતમાં અશુદ્ધ સોનાનો હિસ્સો 18 ટકા વધ્યો છે. વર્ષ 2014માં કુલ આયાતમાં અશુદ્ધ સોનાનો હિસ્સો 11 ટકા હતો, જે 2020માં 29 ટકા પર પહોંચ્યો હતો. છેલ્લા 8 વર્ષમાં રિફાઈનરીઓની સંખ્યામાં પણ ઝડપથી વધારો થયો છે.
2022માં આયાતમાં વધુ વધારો થવાની ધારણા છે
સોમસુંદરમે જણાવ્યું હતું કે, વિશ્વના બીજા સૌથી મોટા બજાર ભારતમાં પીળી ધાતુની માગ મોટાભાગે બુલિયન અને અશુદ્ધ સોનાની આયાત પર નિર્ભર છે. વર્તમાન બજારના સંકેતોને ધ્યાનમાં રાખીને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે, 2022માં સોનાની આયાત આ વર્ષ કરતાં વધુ મજબૂત રહેશે. તેનું મુખ્ય કારણ અર્થતંત્રમાં જ્વેલરીની માગમાં ઝડપી વધારો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
