Gold-Silver Rate Today: સોનાની ગિરાવટ પર બ્રેક લાગી, ફરી 50 હજારને પાર
Gold-Silver Rate Today: સોનાની ગિરાવટ પર બ્રેક લાગી, ફરી 50 હજારને પાર
Gold & Silver Rate on 24th December 2020: સોના-ચાંદીની કિંમતમાં ફરી એકવાર બદલાવ થયો છે. સતત ગિરાવટ બાદ ફરી એકવાર સોનામાં ચમક જોવા મળી છે. ગુરુવારે સોનાની કિંમતમાં તેજી આવી. 24 ડિસેમ્બરના સોનાના રેટ પર નજર નાખીએ તો આજે સોનું ફરી એકવાર 50 હજાર રૂપિયાની સપાટી ક્રોસ કરી ગયું છે.

ફરી ચમક્યું સોનું
24 ડિસેમ્બરે સોનાની કિંમતમાં ફરી જબરો વધારો જોવા મળ્યો છે. સોનું ફરી એકવાર 50,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગયું. સોનાનો હાજર ભાવ ગુરુવારે 192 રૂપિયા ચઢી ગયો છે. 24 કેરેટ શુદ્ધતાવાળા સોનાના હાજર ભાવ આજે 50043 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યા. જ્યારે ચાંદીની કિંમત 605 રૂપિયા તેજી સાથે વધીને 66340 રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યા.

24 કેરેટથી લઈ 18 કેરેટ સુધીના સોનાના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર પ્રકાશિત સોના-ચાંદીના રેટ પર નજર નાખીએ તો 24 કેરેટ શુદ્ધતાવાળાં સોનાની કિંમત 50043 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ છે. જ્યારે 23 કેરેટ શુદ્ધતાવાળાં સોનાની કિંમત 49843 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગઈ છે.

ચાંદીની કિંમત
22 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 45839 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ જ્યારે 18 કેરેટ વાળા સોનાની કિંમત 37532 રૂપિયા પ્રતિ 10 ગ્રામને પાર પહોંચી ગઈ. જ્યારે ચાંદીની કિંમત પર નજર નાખીએ તો ચાંદીનો ભાવ 66340 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો. જણાવી દઈએ કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની વેબસાઈટ પર પ્રકાશિત રેટ દેશભરના 14 સોની બજારોમાં સોના-ચાંદીના રેટનો એવરેજ રેટ હોય ચે. અહીં પ્રકાશિત રેશ તમારા શહેરમાં સોના-ચાંદીના રેટથી થોડોઘણો આઘોપાછો હોય શકે છે.

23 ડિસેમ્બરે સોનાના ભાવ
23 ડિસેમ્બર 2020ના રોજ સોનાની કિંમતમાં નરમી જોવા મળી. એકવાર ફરીથી સોના-ચાંદીની કિંમતમાં ગિરાવટ આવી. સોની બજારમાં સોનાના ભાવ ગગડ્યા. 24 કેરેટ સોનાની કિંમત 49940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગઈ. જ્યારે 23 કેરેટનો ભાવ 49740 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. 22 કેરેટ શુદ્ધતાવાળા સોનાની કિંમત 45745 રૂપિયા પ્રિત 19 ગ્રામ પર પહોંચી ગઈ. 18 કેરેટ વાળા સોનાની કિંમત 37455 રૂપિયા નીચે ગગડી 65576 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે. જ્યારે મંગળવારે ચાંદીની કિંમત 67114 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી





Click it and Unblock the Notifications
