GoAirની ટિકીટ્સ પર ભારે ડિસ્કાઉન્ટ, લૉએસ્ટ ભાડું રૂપિયા 1469
નવી દિલ્હી, 22 ડિસેમ્બર : ભારતીય એરલાઇન માર્કેટમાં નવી એરલાઇન શરુ થવાને કારણે વધનારી સ્પર્ધામાં ટકી રહેવા માટે પ્રયાસો શરૂ થઇ ગયા છે. દેશની લો કોસ્ટ એરલાઇન ગો એર દ્વારા પાંચ દિવસ માટે સસ્તા દરે ટિકિટ્સનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વાડિયા જૂથની બજેટ એરલાઇન ગોએર દ્વારા રવિવારે 17 લાખ જેટલી સીટ સસ્તા દરે વેચાણમાં મુકી છે. તેણે રવિવારથી શરૂ થયેલા પાંચ દિવસના બુકિંગ ફેસ્ટિવલમાં જાન્યુઆરીથી માર્ચ કવાર્ટર માટે રૂપિયા 1469સુધીનું નીચું ભાડું ઓફર કર્યુ છે.

આ ઓફર ગોએરના નેટવર્ક પર 1 જાન્યુઆરીથી 31 માર્ચ વચ્ચે મુસાફરી કરનારા ગ્રાહકો માટે ઉપલબ્ધ રહેશે. કંપનીના ચીફ એકિઝકયુટિવ જિયોર્જિયો ડી રોનીએ જણાવ્યું હતું કે આ ઓફર 21 થી 25 ડિસેમ્બર વચ્ચેના બુકીંગ માટે જ હશે. જાન્યુઆરીથી માર્ચ કવાર્ટર પરંપરાગત રીતે નબળું હોય છે આ ભાડા ઓફર કરવાનો હેતુ આ સમયગાળા દરમિયાન પોષઇ શકે તેવા ભાવે હવાઇ મુસાફરોનો છે.
તેમણે આગળ જણાવ્યું કે નીચા ટિકીટ દરના લીધે ભાવયુધ્ધના મંડાણ નહીં થાય. આ કંઇ નીચા ભાવની કે સસ્તા ભાવની ઓફર નથી, પરંતુ આ નબળા સમય ગાળામાં હવાઇ મુસાફરીને વધારે પોષણક્ષમ અને આકર્ષક બનાવવાની છે. ગોએર પોસાય તેવા સસ્તા ભાડા માટે પ્રતિબધ્ધ છે, જેના દ્વારા અમને ટકાઉ પરિણામ આપવાની છુટ મળે છે અમે ત્યારે જ વિકસી શકીએ જયારે અમે નફાકારક રહીને અમારૂં નેટવર્ક તથા વિમાનોનો કાફલો વિકસાવી શકીએ.
એરલાઇન તેની ભાવ વ્યુહરચનાને લઇને સકારાત્મક અભિગમ અપનાવવા ઇચ્છે છે. મુંબઇ સ્થિત એરલાઇન 19 એરબસ એ 320 ના કાફલા સાથે દેશમાં 22 સ્થળોએ તેની ઉડાન ભરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
