નાણાકીય વર્ષ 2021માં 9.5% સુધી ઘટી શકે છે દેશનો રિયલ GDP ગ્રોથઃ RBI ગવર્નર
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે દેશના જીડીપી ગ્રોથ અંગે મોટી માાહિતી આપી છે.
નવી દિલ્લીઃ ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે શુક્રવારે એલાન કર્યુ કે રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ થાય. આ દરમિયાન તેમણે દેશના જીડીપી ગ્રોથ માટે પણ મોટી માાહિતી આપી છે. શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોના વાયરસના કારણે આ વર્ષે એપ્રિલ-જૂનની મંદી બાદ સુધારો ચાલુ છે. કોરોનાને રોકવા કરતા વધુ ફોકસ હવે રિવાઈવલ પર છે. જો કે તેમણે નાણાકીય વર્ષ 2021 માટે રિયલ જીડીપી ગ્રોથ નેગેટીવ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે. આરબીઆઈના ગવર્નરના જણાવ્યા મુજબ આ નાણાકીય વર્ષ 2020-21માં ગ્રોથ 9.5% રહેવાનુ અનુમાન છે.

તમને જણાવી દઈએ કે આજે(9 ઓક્ટોબર) રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે પ્રેસ કૉન્ફરન્સ કરીને આરબીઆઈની મૌદ્રિક નીતિનુ એલાન કર્યુ. આ બેઠકમાં પહેલી વાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આર્થિક સલાહકાર સમિતિના સભ્ય આશિમા ગોયલે પણ ભાગ લીધો હતો. બેઠકમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે અર્થવ્યવસ્થામાં ગતિની આશા છે. અમે સારા ભવિષ્ય માટે વિચારી રહ્યા છે. હાલમાં દુનિયાભરમાં અર્થવ્યવસ્થામાં સુધારાના સંકેત મળી રહ્યા છે. વળી, ભારતીય અર્થવ્યવસ્થા પણ નિર્ણાયક સ્તરે છે.
ગવર્નર શક્તિકાંત દાસે આગળ કહ્યુ કે લૉકડાઉનના એપ્રિલ-જૂન વચ્ચે ઘટાડા બાદ હવે અર્થવ્યવસ્થામાં સુધારો ચાલુ છે. દેશમાં ગ્રામીણ અર્થવ્યવસ્થા સૌથી વધુ મજબૂત છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ 2021ના પહેલા ત્રિમાસિક ગાળા જાન્યુઆરી-માર્ચ પૉઝિટીવ જીડીપી ગ્રોથ સંભવ છે. જો કે તેમણે નાણાકીય વર્ષ 2021 માટે જીડીપી ગ્રોથ 9.5 ટકા રહેવાનુ અનુમાન લગાવ્યુ છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયાએ પોતાના એક રિપોર્ટમાં નાણાકીય વર્ષ 2021માં જીડીપી ગ્રોથમાં 10.9 ટકાના ઘટાડાનુ અનુમાન લગાવ્યુ હતુ. એસબીઆઈના જણાવ્યા મુજબ નાણાકીય વર્ષ 2021ના ચારે ત્રિમાસિક ગાળામાં રિયલ જીડીપી ગ્રોથ નકારાત્મક રહેશે જેના કારણે આખા વર્ષની રિયલ જીડીપી ગ્રોથ નેગેટીવ રહી શકે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
