Fuel Rates : જાણો 14 માર્ચના રોજ શું છે પેટ્રોલ અને ડીઝલના ભાવ?
નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું હતું કે, 10 માર્ચ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થઈ શકે છે અને આ વધારો 12-14 રૂપિયા સુધીનો હોય શકે છે.
Fuel Rates : નિષ્ણાતોએ અનુમાન લગાવ્યું હતું કે, 10 માર્ચ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થઈ શકે છે અને આ વધારો 12-14 રૂપિયા સુધીનો હોય શકે છે. રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે અત્યારે બ્રેન્ટ ક્રૂડ ઓઈલના ભાવ આસમાને છે, તેમ છતાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના દર સ્થિર છે. સોમવારના રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ દરરોજ સવારે 6 કલાકે જાહેર કરવામાં આવે છે.

ચાર મહાનગરોમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં છે
જો આપણે ચાર મહાનગરોની વાત કરીએ તો દિલ્હીમાં એક લીટર પેટ્રોલની કિંમત 95.41 રૂપિયા છે, જ્યારે મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 109.98 રૂપિયા પ્રતિલીટર છે, ચેન્નાઈમાં એક લીટર પેટ્રોલની કિંમત 101.40 રૂપિયા છે અને કોલકાતામાં એક લીટર પેટ્રોલની કિંમત છે. એક લીટર પેટ્રોલની કિંમત 104.67 રૂપિયા છે, એટલેકે ચાર મહાનગરોમાં સૌથી સસ્તું પેટ્રોલ દિલ્હીમાં છે અને સૌથી મોંઘુ પેટ્રોલ મુંબઈમાં છે.

જાણો અન્ય શહેરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
1. ભોપાલ
- પેટ્રોલ - 107.23 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 90.87 રૂપિયા પ્રતિ લીટર
2. હૈદરાબાદ
- પેટ્રોલ - 108.20 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 94.62 રૂપિયા પ્રતિ લીટર
3. બેંગ્લોર
- પેટ્રોલ - 100.58 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 85.01 રૂપિયા પ્રતિ લીટર
4. ગુવાહાટી
- પેટ્રોલ - 94.58 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 81.29 રૂપિયા પ્રતિ લીટર
5. લખનઉ
- પેટ્રોલ - 95.28 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 86.80 રૂપિયા પ્રતિ લીટર
6. ગાંધીનગર
- પેટ્રોલ - 95.35 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 89.33 રૂપિયા પ્રતિ લીટર
7. તિરુવનંતપુરમ
- પેટ્રોલ - 106.36 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 93.47 રૂપિયા પ્રતિ લીટર
8. પોર્ટ બ્લેર
- પેટ્રોલ - 82.96 રૂપિયા પ્રતિ લીટર
- ડીઝલ - 77.13 રૂપિયા પ્રતિ લીટર

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો
- આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો
અથવા
- ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.
અથવા
- 9224992249 પર SMS કરો.
- આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.












Click it and Unblock the Notifications
