Fuel Rates: ઈંધણ કંપનીઓએ જાહેર કર્યા પેટ્રોલ-ડીઝલના નવા રેટ, જાણો ઘટ્યા કે વધ્યા?
Fuel Rates: આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું થયો ફેરફાર, જાણો તમારા શહેરના રેટ.
નવી દિલ્લીઃ ઘરેલુ ઈંધણ કંપનીઓએ શુક્રવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. જે મુજબ આજે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. ઈંધણના ભાવ સ્થિર રહેવાથી લોકોને રાહત મળી છે. જો કે, રશિયા-યુક્રેન વિવાદની અસર ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવો પર પડી છે અને ત્યાં બ્રેંટ ક્રૂડ ફ્યુચરની કિંમતમાં 1.4 ટકાની તેજી નોંધવામાં આવી છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલ યુદ્ધના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ શકે છે માટે જો સ્થિતિ ન સુધરી તો તેની અસર ઘરેલુ પેટ્રોલ અને ડીઝલના રેટ પર પડી શકે છે.

આજના પેટ્રોલના ભાવ
ગાંધીનગરઃ 95.35 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 95.41 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
ગાંધીનગરઃ 89.33 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.42 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.
રાજ્ય સ્તરે વાહન ઈંધણ પર લાગતો વેટ અલગ-અલગ હોવાના કારણે રાજસ્થાનમાં પેટ્રોલ અને ડીઝલ મોંઘુ છે. તમને જણાવી દઈએ કે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્, આંધ્ર પ્રદેશ, તેલંગાના, કર્ણાટક, ઓરિસ્સા, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાને પાર છે. મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલ સૌથી સસ્તુ દિલ્લી અને સૌથી મોંઘુ મહારાષ્ટ્રમાં વેચાઈ રહ્યુ છે. જ્યારે પોર્ટ બ્લેયર, નોઈડા, ચંદીગઢ, દહેરાદૂન, રાંચી, શિલોંગ, પણજી, શિમલા, લખનઉ, દિલ્લીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ 100 રૂપિયાની નીચે છે.












Click it and Unblock the Notifications
