Fuel Rates: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, વેટ ઘટ્યા બાદ શ્રીગંગાનગરમાં શું છે ઈંધણના ભાવ?

બુધવારે પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં વધારો થયો કે ઘટાડો જાણો અહીં.

નવી દિલ્લીઃ બુધવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ વધારો થયો નથી જેના કારણે સામાન્ય જનતાને રાહત મળી છે. આ સતત 13મો દિવસ છે જ્યારે પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર છે. તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલિયમ ઉત્પાદનો પર એક્સાઈઝ ડ્યુટી ઘટાડ્યા બાદથી ઈંધણના ભાવોમાં ઘટાડો થયો છે. ઘણા રાજ્યોમાં વેટમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ઈંધણના ભાવ રોજ સવારે 6 વાગે જાહેર કરવામાં આવે છે. મંગળવારે રાજસ્થાન સરકારે પેટ્રોલ અને ડીઝલ પર ટેક્સ ઘટાડીને જનતાને રાહત આપી છે. રાજસ્થાન સરકારે પેટ્રોલ પર 4 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 5 રૂપિયા પ્રતિ લિટર ઘટાડી દીધા છે.

આજના પેટ્રોલના ભાવ

આજના પેટ્રોલના ભાવ

ગાંધીનગરઃ 95.41 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 103.97 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 109.98 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 104.67 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 101.40 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 100.58 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 95.28 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 108.20 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

આજના ડીઝલના ભાવ

ગાંધીનગરઃ 89.40 રૂપિયા પ્રતિ લિટર
દિલ્લી: 86.67 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.14 રૂપિયા પ્રતિ લિટર
કોલકાતા: 89.79 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 91.42 રૂપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 85.01 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 86.80 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 94.62 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો. ઉલ્લેખનીય છે કે દેશના મોટાભાગના હિસ્સામાં પેટ્રોલ અને ડીઝલના દરો પણ રેકૉર્ડ સ્તરે છે. પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાએ લોકોને મુશ્કેલીમાં મૂકી દીધા છે.

દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં

તમને જણાવી દઈએ કે ઘટાડા છતાં હાલમાં દેશમાં સૌથી મોંઘુ પેટ્રોલ રાજસ્થાનના શ્રીગંગાનગરમાં વેચાઈ રહ્યુ છે. અહીં પેટ્રોલની કિંમત કાલ સુધી 116.34 રૂપિયા પ્રતિ લિટર હતી. જો કે આજે ઈંધણના ભાવમાં ઘટાડો થઈ છે પરંતુ આજે પણ અહીં ઈંધણની કિંમત દેશમાં સૌથી વધુ છે. જ્યારે દેશનુ સૌથી સસ્તુ પેટ્રોલ પોર્ટ બ્લેયરમાં છે. અહીં એક લિટર પેટ્રોલની કિંમત 82.96 રૂપિયા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X