Fuel Rates: ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો, જાણો પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા કે નહિ?
ભારતીય ઈંધણ કંપનીઓએ આજે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર છે કે નહિ, ચેક કરો અહીં...
નવી દિલ્લીઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં છેલ્લા 24 કલાક દરમિયાન મોટો ઘટાડો થયો છે જેની અસર દેશના સ્થાનિક રિટેલ માર્કેટ પર પડી છે પરંતુ દેશના મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. સરકારી ઈંધણ કંપનીઓએ શુક્રવારે સવારે જાહેર કરેલા દરમાં દેશના ચાર મહાનગરોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઉત્તર પ્રદેશના ઘણા શહેરોમાં ભાવ બદલાયા છે. નોઈડા-ગ્રેટર નોઈડામાં પેટ્રોલ-ડીઝલ 4 પૈસા મોંઘુ થયુ છે. જ્યારે ગાઝિયાબાદમાં પેટ્રોલ 35 પૈસા ડીઝલ 33 પૈસા સસ્તુ થયુ છે. લખનઉમાં પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ ઘટ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન બ્રેન્ટ ક્રૂડની કિંમત લગભગ 4 ડૉલર ઘટીને 90.73 ડૉલર પ્રતિ બેરલ થઈ ગઈ છે. WTIનો દર પણ 4 ડૉલર ઘટીને 84.97 ડૉલર પ્રતિ બેરલ થઈ ગયો છે. નોંધનીય છે કે ઈન્ડિયન ઓઈલ કંપનીઓ દરરોજ સવારે 6 વાગ્યે ઈંધણના નવા ભાવ જાહેર કરે છે.

આજના પેટ્રોલના ભાવ
દિલ્લી: 96.72 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 106.31 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 106.03 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 102.63 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 96.63 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 96.42 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 96.19 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 96.31 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 96.54 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 101.94 રૂપિયા પ્રતિ લિટર
ગુરુગાંવ: 97.10 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 108.08 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 96.69 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 96.36 રૂપિયા પ્રતિ લિટર
પટના: 107.24 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 103.19 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 96.20 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 109.66 રૂપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ
દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.24 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર
બેંગલુરુ: 87.89 રૂપિયા પ્રતિ લિટર
ગુરગાંવ: 89.96 રૂપિયા પ્રતિ લિટર
જયપુર: 93.36 રૂપિયા પ્રતિ લિટર
નોઈડા: 89.86 રૂપિયા પ્રતિ લિટર
લખનઉ: 89.56 રૂપિયા પ્રતિ લિટર
પટના: 94.04 રૂપિયા પ્રતિ લિટર
ભુવનેશ્વર: 94.76 રૂપિયા પ્રતિ લિટર
ચંદીગઢ: 84.26 રૂપિયા પ્રતિ લિટર
હૈદરાબાદ: 97.82 રૂપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.












Click it and Unblock the Notifications
