Fuel Rates: નોઈડામાં ઈંધણના ભાવ ઘટ્યા, જાણો તમારા શહેરમાં શું છે પેટ્રોલ અને ડીઝલના રેટ

પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો અપડેટ કરવામાં આવી છે. અહીં જાણો તમારા શહેરના ભાવ.

નવી દિલ્લીઃ ઈંધણ કંપનીઓએ સોમવારે પણ પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ અપડેટ કરી દીધા છે. આજે પણ દેશના ચાર મહાનગરો સહિત ઘણા ભાગોમાં ઈંધણના ભાવ સ્થિર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેંટ ક્રૂડના ભાવ ઘટીને 97.74 ડૉલર પ્રતિ બેરલ પહોંચી ગયા છે પરંતુ તેમછતાં ઈંધણ કંપનીઓએ ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં કોઈ ફેરફાર કર્યો નથી. જો કે, યુપીના નોઈડામાં આજે પેટ્રોલ 28 પૈસા પ્રતિ લીટર સસ્તુ થયુ છે. કાલ સુધી પેટ્રોલ 96.65 રુપિયા પ્રતિ લિટરમાં વેચાતુ તે આજે 96.37 રુપિયા પ્રતિ લિટર થઈ ગયુ છે. વળી, ડીઝલના ભાવમાં કોઈ ફરક પડ્યો નથી. તમને જણાવી દઈએ કે રોજ સવારે 6 વાગે ઈંધણના ભાવ અપડેટ થાય છે.

petrol

આજના પેટ્રોલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આજના ડીઝલના ભાવ

દિલ્લી: 89.62 રૂપિયા પ્રતિ લિટર
મુંબઈ: 94.27 રૂપિયા પ્રતિ લિટર
કોલકત્તા: 92.76 રૂપિયા પ્રતિ લિટર
ચેન્નઈ: 94.33 રૂપિયા પ્રતિ લિટર
ગાંધીનગરઃ 92.38 રુપિયા પ્રતિ લિટર
અમદાવાદઃ 92.17 રુપિયા પ્રતિ લિટર
રાજકોટઃ 91.95 રુપિયા પ્રતિ લિટર
સુરતઃ 92.07 રુપિયા પ્રતિ લિટર
વડોદરાઃ 92.28 રુપિયા પ્રતિ લિટર

આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ

તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા ગૂગલના પ્લે સ્ટોર પરથી IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટ પરથી જાણી શકશો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X